માંગ:ચોપાટી ખાતે શિવાજી પાર્ક આખો દિવસ ખુલ્લો રાખો

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 2 જ કલાક પાર્ક ખોલવામાં આવે છે

પોરબંદરની નવી ચોપાટી ખાતે શિવાજી પાર્કનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં બાળ મનોરંજન માટેના સાધનો, બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નવી ચોપાટી ખાતે શહેરીજનો ઉપરાંત પ્રવાસીઓ આવે છે.

હાલ વેકેશનના સમયે સહેલાણીઓની સંખ્યા વધી રહી છે પરંતુ શિવાજી પાર્કમાં તાળા લટકેલા જોવા મળે છે. આ પાર્ક શાંજના 5 થી 7 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આ અંગેનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે. અને માત્ર 1 થી 8 વર્ષના બાળકો માટે જ પાર્ક ખુલ્લો મુકવામાં આવે છે અને માત્ર શાંજના સમયે 2 કલાક પાર્ક ખુલ્લો રહે છે જેથી અનેક બાળકો બહારથી પાર્ક નિહાળી નિરાશ વદને પરત ફરે છે. બહાર લટકતું તાળું જોઈને નિરાશ થાય છે. આથી આ શિવાજી પાર્ક બાળકો માટે સવારથી રાત સુધી ખુલ્લો મુકવામાં આવે અને પાર્કની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...