પોરબંદર જીલ્લાના કાટવાણા ગામે 1 પરિવારની ઝર સીમમાં આવેલ સાડા ત્રણ વિઘા જેટલી જમીન જેની કિંમત આશરે રૂ. 18 લાખ જેટલી થાય છે તે 2 શખ્સોએ પચાવી પાડી હતી જે અંગે લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. કાટવાણા ગામે રહેતા ગીગીબેન અરજનભાઇ ઓડેદરા તથા તેના પરિવારની માલીકીની ઝર સીમમાં આવેલ ખેતીની જમીન ખેડ ખાતા નં. 310 જેના સર્વે નં. 257 ના ક્ષેત્રફળ આ.રે. ચો.મી. 0-56-67 આશરે સાડા ત્રણેક વિઘા જેટલી જમીન જેમની બજારભાવ મુજબ કિંમત રૂ. 18 લાખ જેટલી થાય છે.
તે લીલાભાઇ વિમણભાઇ ઓડેદરા તથા રામભાઇ લીલાભાઇ ઓડેદરા નામના શખ્સે પચાવી પાડતા ગીગીબેન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બંને શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ અન્વયે ગુન્હો નોંધીને વધુ તપાસ પોરબંદર ગ્રામ્યના ના.પો.અધિ. સુરજીત જી. મહેડુએ હાથ ધરી છે. પોરબંદર શહેરના વિરડી પ્લોટમાં એક મહિલાના કબજાનું જુનુ બાંધકામ વાળું મકાન તેમણે 1 મહિલા તથા 1 શખ્સને 35 વર્ષ પહેલા આપેલ હતું આ મકાન પર આ બંને આરોપીઓને રહેણાંક તથા અંગત હેતુ માટે અનઅધિકૃત કબજો કરી લેતા તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના વિરડી પ્લોટમાં રહેતા જેઠીબેન દામજીભાઇ સાદીયા નામની મહિલાએ પોતાની માલીકીનું સીટી સર્વે વોર્ડ નં. 2 સીટી સર્વે નં. 570 ક્ષેત્રફળ ચો.મી. 41.5277 ની જમીન પરનું જૂના બાંધકામવાળું મકાન જેની જંત્રી મુજબ કિંમત રૂ. 8 લાખ થાય છે તે છેલ્લા 35 વર્ષથી લીરીબેન વીરાભાઇ સોલંકી તથા શામજીભાઇ વીરાભાઇ સોલંકી નામના શખ્સે રહેણાંક હેતુ તથા અંગત ઉપયોગ માટે પચાવી પાડતા જેઠીબેને તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ બંને સામે લેન્ડ ગ્રેબીંગ એકટ અન્વયે ગુન્હો નોંધીને વધુ તપાસ ના.પો.અધિ. નિલમ ગોસ્વામીએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.