ખાતમુહૂર્ત:જિલ્લાના કાટવાણા ગામે રૂા.20 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય સહિત ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો

પોરબંદર નજીકના કાટવાણા ગામે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા સહિતના આગેવાનોના પ્રયાસોથી રૂ.20 લાખથી વધુના જુદાજુદા વિકાસકામો મંજૂર થતાં આ કામોના ખાતમુહુર્ત કાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ-કિરીટભાઈ મોઢવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા પંચાયતના સદસ્ય અરશીભાઈ ખુંટી, કાટવાણાના સરપંચ ભરતભાઈ ઓડેદરા, ખિસ્ત્રીના સરપંચ-દેવાભાઈ, બખરલાના ભાજપ અગ્રણી નાગાભાઈ ઉપરાંત, જુદાજુદા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાટવાણા ગામે રૂા.20 લાખથી વધુના ખર્ચે જે જુદાજુદા વિકાસકામોનું ખાતમુહર્ત લોકાર્પણ કરવામાં આવેલ છે

તેમાં જીવણ સાજકાના ઘરથી બસ સ્ટેન્ડ છાપરી સુધી પાણીની લાઈન તથા ટાકીનું કામ રૂ. 96913, કાટવાળાથી બેરા જતા રસ્તે તળાવની બાજુમાં પસિંહ જેવાના ખેતર પાસે કોઝ-વેનું કામ રૂ।.3.50 લાખ, પોલા નારણના ઘરથી હીરા જૈસાના ઘર સુધી પેવર બ્લોકનું કામ રૂા. 80000, સિમેન્ટ કોંક્રિટ બેન્ચ -6 મૂકવાનું કામ રૂ 16000, રામા ભીખુ ખૂંટીની વાડીની બાજુમાં કોઝવેનું કામ રૂ.3.70 લાખ, આ કાર્યોના ખાતામુહુર્ત તેમજ ભીમા રામાના ઘર તરફ પેવર બ્લોકનું કામ રૂ. 365084, આર.ઓ. પ્લાન રૂ. 50000 આ કામોના લીકાર્પણ તેમજ જાહેર શૌચાલયનું કામ 218173 ના કામ ચાલુ છે તેમજ મનરેગા યોજના સી.સી. રોડ 2 લાખના કામોનો સમાવેશ થાય છે. પોતાના ગામને જુદાજુદા વિકાસકામોની ભેટ આપવા બદલ ધારાસબ્ય બાબુભાઈ બોખીરીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરા સહિતના આગેવાનોનો ઉપસ્થિત જુદા જુદા સમાજના આગેવાનો અને ગ્રામજનોએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...