વિશિષ્ટ સન્માન:પોરબંદરના કરાટે નિષ્ણાંતોએ રાષ્ટ્રીય કક્ષાના ટ્રેનીંગ સેમિનારમાં ભાગ લીધો

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કરાટે વીરોનું વિશિષ્ટ સન્માન કરાયું

પોરબંદરના કરાટે નિષણાંતોએ રાષ્ટ્રીય કક્ષાના ટ્રેનીંગ સેમીનારમાં ભાગ લીધો હતો. ત્યારે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કરાટે વીરોનું વિશિષ્ટ સન્માન કરાયું છે. પોરબંદરના એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના નિષ્ણાંતોએ રાષ્ટ્રીય કક્ષાના ટ્રેનિંગ સેમિનારમાં ભાગ લીધો છે. દેશની કરાટેની ખ્યાત નામ વિવિધ સંસ્થાઓ નેશનલ કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયા અને કરાટે ઇન્ડિયા ઓર્ગનાઈઝેશનના માધ્યમથી વર્લ્ડ કરાટે ફેડરેશનના નવા નિયમો માટે ટ્રેનિંગ સેમિનાર અને પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં નેશનલ કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ક્યોશી વિજયકુમાર, વાઈફ પ્રેસિડન્ટ નેશનલ કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયા અને પ્રેસિડેન્ટ અખિલ ગુજરાત કરાટેડો એસોસિએશન દ્વારા કુરુક્ષેત્ર હરિયાણા રાજ્યમાં સેનસાઈ મહેશ મોતીવરસીએ સફળતાપૂર્વક પરીક્ષાઓ પૂર્ણ કરવા બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને જામનગર મુકામે યોજાયેલ વર્લ્ડ કરાટે ફેડરેશનના નવા નિયમો માટે ટ્રેનિંગ સેમિનારનું તથા પરીક્ષાનું આયોજન થયેલ હતું. જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કરાટે એક્સપોર્ટર સેન સાઇ જયેશ ખેતરપાલ સહિતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ત્યારે તેઓને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય સંચાલક કેતન કોટિયા દ્વારા શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...