તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કાંટેલાના શખ્સે પ્રેમલગ્ન કર્યા બાદ યુવતિને તરછોડી દીધી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉના લગ્નની હકીકત છૂપાવી છેતરપીંડી કરી

પોરબંદર જિલ્લાના કાંટેલા ગામે રહેતા એક શખ્સે પોતાના અગાઉના લગ્નની હકીકત છૂપાવી, છેતરપીંડી કરીને માળીયા હાટીનાની એક યુવતિ સાથે આર્યસમાજમાં પ્રેમલગ્ન કર્યા બાદ આ યુવતિને તોરછોડી દેતા શખ્સ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. ગોતાણા ગામે રહેતા મનીષાબેન દેવાભાઇ વાઘેલા નામની યુવતિએ પોલીસ ફરીયાદ લખાવી જણાવ્યું હતુ કે, પોતે જ્યારે ગડુ ગામની નીશીન્ડો નામની મચ્છીની એક કંપનીમાં કામ કરતી હતી તે દરમ્યાન આ જ કંપનીમાં કામ કરતા મુન્ના કારા ડાકી સાથે પોતાને પ્રેમ થઇ જતા મુન્નાએ પોતાના અગાઉના લગ્ન અને તેની હયાત પત્ની અને એક સંતાનની હકીકત છૂપાવીને મનીષાબેનને લગ્ન કરી આખી જીંદગી પોતાની સાથે રાખશે તેવો વિશ્વાસ આપીને પોરબંદરના આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ મનીષાબેનને પોતાના કાંટેલા ગામના ઘરે લઇ ગયો હતો અને ત્યારબાદ મુન્ના કારા ડાકી અને મણીબેન કારા ડાકીએ એકસંપ કરીને મનીષાબેનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, ભૂંડી ગાળો કાઢીને મનીષાબેનને તરછોડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો