NCPમાંથી ઉમેદવારી નોંધાવી:પોરબંદર કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ ફોર્મ ભર્યુ; કહ્યું- મારે પ્રફુલ્લ પટેલ જોડે વાત થઈ હતી

પોરબંદર22 દિવસ પહેલા

રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે હાલ રાજકીય પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલ ઉમેદવારી ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ આજે ફોર્મ ભર્યુ હતું. કુતિયાણા પ્રાંત અધિકારીની કચેરી ખાતે જઇ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યુ હતું. કાંધલ જાડેજાએ એનસીપીના ઉમેદવાર તરીકે જ ફોર્મ ભર્યુ હતુ.

કુતિયાણા બેઠક પર ખરાખરીનો ચૂંટણી જંગ જામશે
એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની વાતચીત વચ્ચે કાંધલ જાડેજાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ગઠબંધન અંગે જણાવ્યુ હતુ કે, મને એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન થયું હોવાની જાણકારી નથી અને મારે પ્રફુલ્લ પટેલ જોડે આ અંગે વાત થઈ હતી. મે એનસીપીમાંથી જ ચૂંટણી ફોર્મ ભર્યું છે. તેમ કાંધલ જાડેજાએ જણાવ્યુ હતું. કુતિયાણા વિધાનસભા બેઠક પરથી છેલ્લી બે ટર્મથી કાંધલ જાડેજાનો આ બેઠક પર કબજો છે. ત્યારે આ વખતે આ બેઠક પર ખરાખરીનો ચૂંટણી જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...