શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો:કમલાબાગ પોલીસે 325 કિલો શંકાસ્પદ ઘી પકડી પાડ્યો; મુદ્દામાલ કબ્જે કરી ડેરી સંચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સુચના મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લામાં દેશી બનાવટી ઘીનો જથ્થો પકડી પાડવા સુચના આપવામા આવી હતી.

કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પો.સબ.ઇન્‍સ. કે.એન. ઠાકરીયા, વી.ડી. વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તે દરમિયાન પીએસઆઈ વી.ડી. વાઘેલા તથા પો.કોન્સ્ટેબલ અક્ષય તથા દેવેન્દ્રસિંહને સયુંક્ત બાતમી રાહે હકીકત મળી હતી કે, પોરબંદરના ખાખચોક વિસ્તારમા આવેલા શ્રીજી કુપા ડેરી સંચાલક કિરીટ ગોપાલદાસ દેવાણી પોતાની ડેરીમાં દેશી બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો રાખી વેચાણ કરે છે.

બાતમી આધારે સદર જગ્યાએ રેઇડ કરતા શ્રીજી કૃપા ડેરીમાંથી કુલ 325 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. શંકાસ્પદ ઘીના જથ્થાને ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પોરબંદરે સેમ્પલ લઇ 325 કિલો શંકાસ્પદ ઘીની આસરે કિંમત રૂપિયા 32,500 ગણી મુદ્દામાલ કબ્જે કરીને ડેરી સંચાલક સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...