તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓ રોષે ભરાયા:જે.વી. જેમ્સ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓમાં રોષ, ઓછા સમયમાં ફી ભરવાનું કહેતા ફી ભરવામાં વાલીઓની કતારો લાગી

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગલી ફી ભરો તો જ યુનિટ ટેસ્ટના પેપર સબમિટ થશે

પોરબંદરની ગોઢાણીયા કોલેજ સંકુલમાં આવેલ જે.વી. જેમ્સ સ્કૂલમાં ફી ભરવા મુદ્દે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોરબંદરની ગોઢાણીયા કોલેજ સંકુલમાં આવેલ જે.વી. જેમ્સ સ્કૂલ દ્વારા વાલીઓને ફી બાબતે મેસેજ કરવામાં આવ્યા હતા જેમાં જણાવ્યું હતું કે, યુનિટ 1 ના પેપર જમા કરાવવાની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે. ધો. 6 થી 8 માટે તા. 3/9થી શાળા શરૂ થાય છે એટલે પેપર જમા કરાવવાની નવી 27/8 છે અને ધો. 3 થી 7 માટે સવારે 9 થી 10:30 અને ધો. 8 થી 12 માટે સવારે 11 થી 12:30 સુધીમા પેપર જમા કરાવવાના રહેશે. પેપર જમા કરાવવા આવો ત્યારે ફી ની પહોંચ સાથે રાખવાની રહેશે.

આ મેસેજ આવતા જ વાલીઓનો ઘસારો થયો હતો અને વાલીઓએ રોષભેર જણાવ્યું હતું કે હાલ કોરોનાની મંદી છે. એકજ તારીખે રૂપિયા ભરવા શક્ય નથી અને ઉછીના લઈને રૂપિયા ભરવા આવ્યા છીએ. અગાવ 4 તારીખ સુધી ફી ભરવાની છૂટ આપી હતી હવે એક જ દિવસ મા ફી ભરવાનું કહ્યું છે. જો સ્કૂલ શરૂ થાય તો વિદ્યાર્થીઓ તો આવવાના જ છે. ત્યારે પણ ફી લઇ શકાય.

પરંતુ ફી નહીં તો પેપર જમા નહી થાય તેવું જણાવી વાલીઓને બોલાવવામાં આવ્યા છે. પહેલા પહોંચ કઢાવવાની અને પછી ફી ભરવાની આવી વ્યવસ્થાથી ફી ભરવામાં લાંબી કતાર લાગી છે અને વાલીઓને પોતાનું કામકાજ છોડીને લાઈનમાં ઉભવું પડતા વાલીઓ રોષે ભરાયા હતા.

વાલીઓને ફી ભરવાનું અગાવ ચાર વખત જણાવ્યું હતું. ફી એડવાન્સ નથી લીધી. જૂન થી ઓગસ્ટ સુધીની ફી લેવાની ચાલુ છે. ગત વર્ષના પણ બાકી છે તે વાલીઓને પણ જાણ કરી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધો. 6 થી 8ની શાળા શરૂ થશે. તહેવાર આવે છે એટલે 28 તારીખે વાલીઓને ફી ભરવા બોલાવ્યા છે. જેના કારણે દોડધામ થઈ છે. - ભાવનાબેન અટારા, આચાર્ય, જે.વી.જેમ્સ સ્કૂલ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...