શપથવિધિ સમારોહ:જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના પ્રમુખ અને ટીમના સભ્યોનો શપથ લીધા, જેસીઆઈ પોરબંદરે સફશતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ કર્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) પોરબંદર વ્યક્તિત્વ વિકાસ અને સેવાકાર્યો માટે શહેરની અગ્રીમ હરોળની સંસ્થા બની ચુકી છે. ત્યારે જેસીઆઈ પોરબંદરના વર્ષ 2023ના પ્રમુખ અને ટીમના સભ્યોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો.

જેસીઆઈની સફળતાના નવ વર્ષ
પોરબંદરમાં વર્ષ 2014માં લાખણશી ગોરાણીયાના નેતૃત્વ હેઠળ જેસીઆઈ પોરબંદર પ્લસની સ્થાપના કરવામાં આવી હતી. આ પછીના નવ વર્ષની મંજીલ કાપી ચુકેલી આ સંસ્થાના દરેક વર્ષના પ્રમુખોના સુંદર સંકલનથી પોરબંદરને અનેકવિધ કાર્યક્રમોની ભેટ આપી છે. આ ઉપરાંત જેસીઆઈ પોરબંદરના સાત જેટલા સભ્યો ઝોન કક્ષાએ જુદા જુદા હોદ્દાઓ ઉપર સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત લાખણશી ગોરાણીયાએ નેશનલ કોઓર્ડીનેટર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ સેવા આપી હતી તથા બિરાજ કોટેચા વર્ષ 2021માં ઝોન પ્રેસિડેન્ટ તરીકે ઝોન સાતનું નેતૃત્વ કરી ચુક્યા છે. આમ જેસીઆઈ પોરબંદરે નવ વર્ષની સફરમાં શહેરના સામાજિક સ્તરને ઊંચું લાવે તેવી પ્રવૃત્તિઓ અને સામાજિક નેતૃત્વમાં સફળતા પ્રાપ્ત કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.

વર્ષ 2023ની જેસીઆઈ ટીમ
જેસીઆઈ પોરબંદરની વર્ષ 2023ના પ્રમુખ તરીકે સાહિલ કોટેચા, સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પૂર્વ પ્રમુખો બિરાજ કોટેચા, સંજય કારીયા, કલ્પેશ અમલાણી, સંદીપ કાનાણી, તેજશ બાપોદરા,નિલેશ જોગીયા, હાર્દિક મોનાણી, રોનક દાસાણી, પ્રોજેકટ એડવાઇઝર ડો.રાજેશ કોટેચા, સેક્રેટરી આકાશ ગોંદીયા, જોઈન્ટ સેક્રેટરી રાધેશ દાસાણી, ખજાનચી કેતન પટેલ, સહ ખજાનચી રાજેશ રામાણી, ઉપપ્રમુખ પ્રતિપાલ રાયજાદા, ભાવેશ તન્ના, મિત ઠક્કરાર, પ્રિન્સ લાખાણી, આતિયા કારાવદરા, ડિરેક્ટર તરીકે અલ્કેશ બુદ્ધદેવ, અતુલ પટેલ, સુમિત સલેટ, દિલીપ ગંધા, બલરામ તન્ના, હરેશ રાડીયા, રાહુલ લાખાણી ઇવેન્ટ પ્રમોશન ઓફિસર વિવેક લાખાણી, રુચિત ગંધા, બોર્ડ મેમ્બર્સ પ્રીતેશ મોઢા, સમીર રાણીગા, ઉજ્જવલ લાખાણી, ચંદ્રેશ મદલાણી, દર્શિત કોટેચા, રાજ પાંધી, પ્રતીક લાખાણી, મિત મદલાણી, સમીર ધોયડા, નારણ સલેટ, વિશાલ લાખાણી, અંકિત દતાણી, તેજશ છાયા, નિતેશ ચાવડા અને ઋષિ બુદ્ધદેવની વરણી થઈ છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ
જેસીઆઈ પોરબંદરના શપથવિધિ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અનિલ કારીયા, મુખ્ય વક્તા તરીકે રામદેવ મોઢવાડીયા, ઝોન ઉપપ્રમુખ અનિલ બુટાણી વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી જેસીઆઈની નવનિયુક્ત ટીમને વર્ષ 2023ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શપથવિધિ સમારોહને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિક મોનાણીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...