આયોજન:15, 16 જાન્યુ.એ જુહી ચાવલા પારિવારિક કાર્યક્રમમાં જોડાશે

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે

પોરબંદરમાં નાનજી કાલિદાસ મહેતાના જીવન અને કાર્ય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે. ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 15 અને 16 જાન્યુઆરીના બે દિવસીય આયોજન કરાયું છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં નારી કેળવણીના મહાતીર્થ સમાં 90 એકરમાં પથરાયેલ આર્ય કન્યા ગુરુકુળ તપોભૂમિમાં આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળમાં મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઉપક્રમે આગામી તારીખ 15 અને 16 જાન્યુઆરીના રાજરતન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતાના જીવન અને કાર્યો પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું છે.

જેમાં મુખ્ય વક્તા ડોક્ટર અશોક શર્મા- કલેકટર, સંસ્થાના ચેરમેન મહેન્દ્ર મહેતા, જુહી મહેતા સહિતના અગ્રણીઓ હાજર રહેશે. આ પરિસંવાદમાં ગુજરાતભરના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 180 સંશોધન પેપર રજૂ થશે.

અન્ય સમાચારો પણ છે...