તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટનના એક કલાકાર 127 વખત ચાર્લી ચેમ્પિયન બની રેકોર્ડ કાયમ કર્યો હતો જ્યારે પોરબંદરના જયેશ હિંગળાજીયાએ 131 વખત ગાંધી બની નવો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. અમદાવાદ ની રંગસાગર પરફોર્મિંગ આર્ટસ સંસ્થા દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિતે અનોખું આયોજન કર્યું હતું, જેમાં વિશ્વ ના અલગ અલગ દેશના 39000 કલાકારો સાંજે સાત વાગ્યે એકીસાથે મહાત્મા ગાંધીજી ના પ્રિય ભજનો વૈષ્ણવ જન તો તેને રે કહીએ તથા રઘુપતિ રાઘવ રાજારામ રજુ કર્યું હતું. જેમાં સંગીતકારોએ સંગીત આપ્યું હતું.
તમામ કલાકારો ખાદી અથવા સફેદ વસ્ત્ર ધારણ કરી પંદર મિનીટ સુધી પોતાની કળા વડે મહાત્મા ગાંધી ને શ્રધાંજલિ અર્પણ કરી એક વર્લ્ડ રેકોર્ડ નું સર્જન કરવા પ્રયાસ કર્યો હતો.ગાંધી પ્રતિમા બની અનેક વર્લ્ડ રેકોર્ડ સર્જનાર પોરબંદરના જયેશ હિંગળાજીયા ના નેતૃત્વ માં સમગ્ર આયોજન કરાયું હતું. અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ના ચીફ એડિટર પાવનભાઈ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન હતું.
જયેશ હિંગળાજીયા અમદાવાદ ખાતે કાર્યક્રમ માં રૂબરૂ હાજર રહી અને કાર્યક્રમ દરમ્યાન ગાંધી બનીને કોરોના ની રસી અંગે જાગૃતિ માટે સંદેશ પણ પાઠવ્યો હતો. ઉપરાંત કાર્યક્રમ માં 131 મી વખત મહાત્મા ગાંધી બની વધુ એક રેકોર્ડ નું સર્જન કર્યું છે. અગાઉ લંડન ના એક કલાકાર નો 127 વખત ચાર્લી ચેમ્પિયન બનવાનો વર્લ્ડ રેકોર્ડ છે જયારે 131 મી વખત ગાંધી બનવાના કારણે પોરબંદરના જયેશએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
29.50 કલાક ઉભા રહી જ્યેશે રેકોર્ડ બનાવ્યો હતો
પોરબંદરના જયેશ હિંગળાજીયાએ અત્યાર સુધીમાં 230 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. વર્ષ 2012મા દિલ્હી ના નોયડા ખાતે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ગાંધી બની સતત 29 કલાક 50 મિનિટ સુધી ઉભા રહી રેકોર્ડ સર્જ્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.