લોકોમાં ઉત્સાહ:જન્માષ્ટમીના લોક મેળાને મંજૂરી મળી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 22 ઓગષ્ટ મેળો યોજાશે, ચકડોળ, ખાણી પીણીના સ્ટોલ, કટલેરી બજાર મેળામાં આકર્ષણ જમાવશે
  • 5 દિવસીય​​​​​​​ મેળો યોજાશે, પાલિકા દ્વારા આયોજન અંગે તડામાર તૈયારીઓ, લોકોમાં ઉત્સાહ

જન્માષ્ટમી ના લોક મેળાને મંજૂરીની મહોર લાગી છે. 5 દિવસીય મેળો યોજાશે. પાલિકા દ્વારા મેળાના આયોજન અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. પોરબંદરમા જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. લોકમેળામાં પોરબંદર જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓ માંથી લોકો ઉમટી પડે છે. લોકમેળો મહાલવા માનવમેદની ઉભરાઈ છે.

છેલ્લા 2 વર્ષથી કોરોનાને પગલે જન્માષ્ટમીનો લોકમેળો રદ કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતે લોકમેળો યોજવા લોકમેળાની જગ્યા માટે પાલિકા તંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે દરખાસ્ત મુકવામાં આવી હતી. લોકમેળો યોજવા માટે તંત્ર દ્વારા જગ્યા માટેની મંજૂરીની મહોર લાગી છે. આ વખતે જન્માષ્ટમીનો 5 દિવસના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચકડોળ, ખાણીપીણી, કટલેરી બજાર સહિતના સ્ટોલ સાથેનો ભવ્ય લોકમેળો યોજાશે. આ અંગે પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયાએ જણાવ્યું હતુંકે તા. 18 થી 22 ઓગષ્ટ સુધીનો મેળો યોજાશે જે માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ખાસ કરીને ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ સહિત દરેક વિભાગમાં અલગ અલગ સ્ટાફ દેખરેખ હેઠળ રહેશે જેથી એક જ વ્યક્તિ પર કામનું ભારણ ન આવે. આ વખતેનો લોકમેળો યાદગાર બને અને પૂરતી વ્યવસ્થા જળવાઈ તથા લોકોને પૂરતો આનંદ આવે તે પ્રકારે આયોજન થવા જઈ રહ્યું છે. લોકમેળાને મંજૂરી મળતા પોરબંદર જિલ્લાવાસીઓમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મેળાનું આયોજન કરાયું
પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયાએ જણાવ્યું હતુંકે, આ વખતે લોકમેળામા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. લોકમેળામાં ભીડ થાય નહિ અને લોકો મેળો વ્યવસ્થિત માણી શકે તે પ્રકારે મેળામાં આયોજન થશે.

અન્ય સમાચારો પણ છે...