તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:માધવપુરમાં જન્માષ્ટમી નિમિતે જનતા તાવડાનો પ્રારંભ કરાયો

માધવપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખંડ જ્યોત કોળી યુવક મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે

પોરબંદરના માધવપુર ઘેડ ગામે શ્રી અખંડ જયોત કોળી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિતે ફરસાણના જનતા તાવડાનો પ્રારંભ કરાયો હતો. જેમાં આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફરસાણની ખરીદી કરી હતી.

માધવપુર કોળી સમાજ દ્વારા સામાન્ય વર્ગના લોકોને રાહત દરે ફરસાણ મળી રહે તે માટે છેલ્લા આઠ દિવસથી કોળી સમાજના યુવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી સારી માત્રામાં ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સસ્તા ભાવે ફરસાણ વેચાણનું આયોજન કરવામાં આવ્યુ. કોળી સમાજ યુવાનો તથા આગેવાનો દ્વારા જનતા તાવડાનું વેચાણ ચોથ, પાંચમ અને છઠ ત્રણ દિવસ રાહત ભાવે વેચાણ કરવામાં આવે છે.

જેથી સામાન્ય ઘરના લોકોને ફરસાણ સારી માત્રાવાળુ રાહત દરે મળી રહે તે માટે શ્રી અખંડ જ્યોત કોળી યુવક મંડળ છેલ્લા 17 વર્ષથી ભારે જહેમત ઉઠાવીને આયોજન કરતું આવે છે. તેનું આજરોજ વહેલી સવારે સરપંચ શ્રી દેવશીભાઈ કારગટીયા દ્વારા રીબીન કાપીને જનતા તાવડો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં કોળી સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ કરગટીયા, ભાનુભાઈ ભુવા, રામભાઈ ભરડા, નારણભાઇ કરગટીયા સાથે અન્ય આગેવાનો ભાઈઓ સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આસપાસના ગ્રામજનો ફરસાણ લેવા માટે ઉમટી પડીયા હતા.

અન્ય સમાચારો પણ છે...