બેઠક:પોરબંદર શહેરમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગોતરા આયોજનનાં ભાગરૂપે જ્ઞાતિનાં અગ્રણીઓની બેઠક મળી હતી

પોરબંદરમાં લોહાણા મહાજન અંતર્ગત સંસ્થાઓના સહયોગથી જલારામ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગોતરા આયોજનના ભાગરૂપે જ્ઞાતિના અગ્રણીઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં કમિટીની રચના કરાય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના બાદ પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની કૃપાથી પોરબંદર લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ સંસ્થાઓના સહયોગથી જલારામ મિત્ર મંડળ દ્વારા જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે જ્ઞાતિના અગ્રણીઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જલારામ બાપાની જન્મ જયંતીની ઉત્સાહભેર અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાનું સર્વનું મતે નક્કી કરવામાં આવ્યું છે. ભજન ભોજન અને જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે સમસ્ત લોહાણા સમાજ મહાપ્રસાદી સહિતનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આગામી ૨૨૩ મી જન્મ જયંતીની ઉજવણીને લઇ શ્રી જલારામ જયંતી ઉત્સવ કમિટીની રચના કરાય છે. ત્યારે જલારામ જયંતિની ઉજવણી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...