દેરાણીએ જ કરી જેઠાણીની હત્યા:રાણાવાવના લૂંટ વિથ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, દાગીનાની લાલચમાં હત્યા કરી હોવાનુ સામે આવ્યું

પોરબંદર18 દિવસ પહેલા

પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં આવેલ ગોપાલ પરા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા સાજણબેન કરશનભાઈ લાખાણાની ગત તારીખ 8/01/2022 એટલે કે આજથી આઠ માસ પૂર્વે તેઓ જ્યારે પોતાના ઘરે હતા ત્યારે તેઓના શરીર પર પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરવાના ઇરાદે વૃદ્ધા પર જીવલેણ હુમલો કરી તેઓને મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવી હોવાની ઘટના બની હતી. મૃતક વૃદ્ધાના હાથમાં પહેરેલા પાટલા તેમજ ગળામાં પહેરેલા સોનાના ચેઇન સહિત કુલ 90 હજારના દાગીનાની લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી.

રાણાવાવ પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આ કામના આરોપીને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાણાવાવ પોલીસ તેમજ પેરોલ ફ્લોની ટીમ દ્વારા આરોપીને સબુત સાથે ઝડપી પાડવા સતત વોચ રાખવામાં આવી હતી. જે દરમિયાન વૃદ્ધાની હત્યા બાજુમાં રહેતા તેમના દેરાણી એજ કરી હોવાની પોલીસને શંકા જતા તેની પૂછપરછ કરતા તેણે જ આ ગુનો કર્યાનુ આરોપીએ કબૂલ્યુ હતું.

આઠ માસ પૂર્વે રાણાવાવમાં ચકચાર મચાવનાર લૂંટ વિથ મર્ડરની આ ઘટનાના આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે આ ઘાતકી હત્યા અને લૂંટને અંજામ આપનાર મૃતકની દેરાણી જ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દ્વારા આરોપી દેરાણીની કરવામાં આવેલ પ્રાથમિક પૂછપરછમાં આ હત્યા તેણે સોનાના દાગીના માટે જ કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે. પોલીસ હાલ આ આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે જાણવા તેમજ આ ગુનામા અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કેમ તે સહિતની દિશાઓમાં પણ તપાસ ચલાવવા કાર્યવાહી હાથ ધરી છે.

થોડા એવા દાગીનાની લાલચમાં જે રીતે કોઈ પણ પ્રકારના સંબોધીની પરવાહ કર્યા વગર પોતાની જેઠાણીની જ હત્યા નીપજાવનાર આરોપી દેરાણી હાલ તો પોલીસની ગીરફતમાં આવી ગઇ છે. ત્યારે આ વૃદ્ધાની હત્યાનું સાચું કારણ માત્ર દાગીના જ છે કે અન્ય કોઈ કારણ તે તો પોલીસની વધુ તપાસ બાદ જ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...