જાગૃતિ કાર્યક્રમ:પોરબંદરમાં હું મતદાન કરીશ અને બીજા દસને મતદાન કરાવીશ તેવા સંકલ્પ લેવાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

પોરબંદરમાં વેપારીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે અપીલ કરવામાં આવી છે. પોરબંદરના વેપારીઓએ પોતે મતદાન કરશે અને બીજા દસને મતદાન કરાવશે તેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. વધુમાં વધુ મતદાન થાય એ માટે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અભિયાન વેપારીઓ દ્વારા યોજવામાં આવ્યું હતું.

ટૂંક સમયમાં વિધાનસભાનું મતદાન થવાનું હોય લોકો વધુ ને વધુ મતદાન કરે એ માટે પોરબંદરની મુખ્ય બજારના વેપારીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ દ્વારા હું મતદાન કરીશ અને બીજા દસને મતદાન કરાવીશ તેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. મુખ્ય બજારના વેપારી આગેવાન શૈલેષભાઈ ઠાકર દ્વારા વેપારીઓ સાથે મતદાન જાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં વેપારી અગ્રણીઓ જોડાયા હતા, અને હું મતદાન કરીશ તથા બીજા દસને મતદાન કરાવીશ તેવા સંકલ્પ વેપારીઓએ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...