તપાસ:બોખીરા આવાસ યોજનામાં ફાળવાયેલ ફ્લેટ ભાડે દેવાતા હોવાનો થયો આક્ષેપ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં આવેલ બોખીરા વિસ્તારમાં ગરીબો માટે આવાસ ફાળવવામાં આવ્યા છે. જેમાં અમુકે તેમના ફ્લેટ ભાડે આપી દીધા હોવા અંગે તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે. પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઈ લીલાધરભાઇ મસરૂએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. અને જણાવ્યું છે કે પોરબંદર શહેરી વિસ્તારમાં બોખીરા ટુબડા વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ગરીબ પરિવારોના ઘરનું સ્વપ્નું સાકાર થાય તેવા આશયથી ઘરવિહોણા પરિવારો માટે ફ્લેટ માલિકને હકનું ઘર મળે તે માટે આવાસો બનાવવામાં આવ્યા છે. અને ગરીબ પરિવારોને અહીં ફ્લેટની ફાળવણી રહેવા માટે કરવામાં આવી છે.

સરકારની આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ ગરીબોને આપવાના આશયથી ફ્લેટ ફાળવવામાં આવ્યા છે, ત્યારે અમુક લોકોએ ભાડે મકાન આપી દીધું હોવા અંગે રજૂઆત કરી છે. ગરીબ પરિવારોને ફ્લેટ બનાવી રહેવા માટે ફાળવેલા હોય અને સરકારની આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ અસંખ્ય ગરીબ લોકોને આપવાનું આયોજન કરાયું છે.

ત્યારે અમુક લોકો ફ્લેટ ધારકોએ કમાણીનું સાધન ફ્લેટને બનાવી દીધું છે. અને આ ફ્લેટ ભાડે આપવાનો ધીકતો ધંધો શરૂ કરી દીધો હોવા અંગે સામાજિક કાર્યકર દિલીપભાઈ લીલાધરભાઇ મશરુએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. અને તેઓએ જણાવ્યું છે કે ઓચિંતી તપાસ ચિફ ઓફિસર દ્વારા કરવામાં આવે તો આ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. અમુક લોકોએ ફ્લેટ ભાડે આપી દીધા છે તે ફ્લેટ માલિક સામે નોટિસ પાઠવી કાર્યવાહીક કરવામાં આવે તેવી માંગ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...