તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધાનો અભાવ:મકાન વેરો ભરવા લોકોની લાંબી કતાર લાગી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નગર પાલિકા ઓફિસ ખાતે હાઉસ ટેક્ષ ભરવા આવેલા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલી ગયા હતા. પાલિકા તંત્ર દ્વારા વેરો ભરવા માટે બનાવેલી સાઇટ ખુલતી ન હોવાથી લોકો પાલિકા ઓફિસ રૂબરૂ વેરો ભરવા પહોંચ્યા હતા. ઓનલાઇન વેરો ભરવા માટે ક્યુઆર કોડ સ્કેન થતો ન હોવાની ફરિયાદ ઉઠી છે. - Divya Bhaskar
પોરબંદર નગર પાલિકા ઓફિસ ખાતે હાઉસ ટેક્ષ ભરવા આવેલા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલી ગયા હતા. પાલિકા તંત્ર દ્વારા વેરો ભરવા માટે બનાવેલી સાઇટ ખુલતી ન હોવાથી લોકો પાલિકા ઓફિસ રૂબરૂ વેરો ભરવા પહોંચ્યા હતા. ઓનલાઇન વેરો ભરવા માટે ક્યુઆર કોડ સ્કેન થતો ન હોવાની ફરિયાદ ઉઠી છે.
  • પોરબંદર પાલિકા ઓફિસમાં અનુભવીની બદલી કરી આઉટસોર્સીંગથી ભરતી કરાયેલા કર્મચારીઓ નવા હોવાથી સમયનો વ્યય થાય છે
  • મહત્વના 4 કર્મીની ઘટ, 8 હજાર જેટલા કોમર્શિયલ ધારકોનાે ગટર વેરો બીલમાં ચડાવી દીધો, પ્રશ્ન ટલ્લે ચઢ્યો

પોરબંદર પાલિકામાં વેરો ભરવામાં કતારો લાગે છે જેથી ભીડના કારણે સામાજિક અંતર જળવાતું નથી. મહત્વના 4 કર્મીની ઘટ છે. કોમર્શિયલ દુકાન ધારકોને રૂ. 700 ભરવાના થતા નથી જેથી આવા ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. પોરબંદર છાયા પાલિકા ખાતે હાઉસટેક્સ વેરો ભરવા ઘણા દિવસોથી પાલિકા ખાતે લાઈનો લાગે છે. વેરો ભરવા માટે ગ્રાહકોની ભીડ જોવા મળે છે. ભીડને કારણે કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે. ત્યારે પાલિકા દ્વારા વેરા વસુલાત માટે સામાજિક અંતર જળવાય રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.

રહેણાંક અને કોમર્શિયલ ધારકોને સમય મર્યાદામાં વેરાની રકમ ભરવાથી વેરાની રકમ પર 10 ટકા લાભ મળે છે. અહીં દરરોજના 350 જેટલા લોકો વેરો ભરવા આવે છે. હાલ હાઉસટેક્સ વિભાગમાં અનુભવી 4 જેટલા કર્મીઓની ઘટ હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું. કેટલાક અનુભવી કર્મીઓની બદલી કરી નાખી છે તેમજ આઉટસોર્સિંથી નવા કર્મી ભર્યા છે જે નવા હોવાથી સમયનો વ્યય થાય છે.

મહત્વના 4 કર્મીની ઘટથી કામગીરી ધીમી પડી છે. વધુમાં જે કોમર્શિયલ દુકાન ધારકોને ભૂગર્ભ ગટરના વેરા ભરવાના થતા નથી તેવા 7 થી 8 હજાર કોમર્શિયલ ધારકોને રૂ. 700 વેરા બીલમાં ચડાવી દીધા છે. આવા ધારકો પણ પાલિકા ખાતે ધક્કા ખાઈ છે અને 700 રૂપિયા ભરવા માટે જવાબદાર નથી તેવી અરજીઓ કરે છે. આવા ધારકોએ જણાવ્યું હતું કે રૂ. 700 બાદ કરીને વેરો ભરી દઈએ તો 10 ટકા લાભ મળે. અને સમય મર્યાદા પુરી થયા બાદ રૂ. 700 નો પ્રશ્ન સોલ થશે બાદ સમય મર્યાદા પુરી થતા 10 ટકાનો લાભ નહિ મળે.

વેરો ભરવા તૈયાર છે પરંતુ રૂ. 700 નો પ્રશ્ન ટલ્લે ચડ્યો છે. આમ વેરો ભરવા આવતા ગ્રાહકોને ભીડમાં ઉભું રહેવું પડી રહ્યું છે અને અનુભવી કર્મીની બદલી કરી નાખતા 4 કર્મીની ઘટથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઓનલાઈન વેરો ભરાતો નથી
સરકાર દ્વારા કેશલેશ રૂપિયા ભરવા માટે સરકાર દ્વારા પોર્ટલ એટલેકે સાઇટ બનાવી છે આ સાઇટ ખુલતી નહિ હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રાહકોએ જણાવ્યું હતું કે સાઇટ ખુલે અને રૂપિયા ફસાઈ જાય છે. બેન્ક માંથી રૂપિયા કપાઈ જાય પરંતુ પાલિકા ખાતે જમા થતા નથી જેથી આ પ્રક્રિયા લાંબી થાય અને ધક્કા ખાવા પડે છે તેમજ રૂપિયા ઓનલાઈન ભરવા માટે ક્યુઆર કોડ પણ સ્કેન થતો નથી.

વેરા વસુલાત માટે ત્રીજી બારી ખુલશે
હાઉસ ટેક્સ અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા એક બારી હતી, ગ્રાહકોનો ઘસારો થતા બે બારીની વ્યવસ્થા કરી છે. હજુ ગ્રાહકોનો ઘસારો રહે છે જેથી વેરા વસુલાત માટે ત્રીજી બારીની વ્યવસ્થા થશે.

શું કહે છે ચીફ ઓફિસર?
કોમર્શિયલ દુકાન ધારકોને ગટરના રૂપિયા ભરવાના થતા નથી. તેઓને અરજી કરવા કહ્યું હતું. ઇ નગર પ્રોજેકટ અંતર્ગત છે જેથી પત્ર લખ્યો છે. ઉપરથી જ સોફ્ટવેર માંથી કોમર્શિયલ ધારકોના ગટરના રૂપિયા ઓટોમેટિક નીકળી જશે. એક બે દિવસ માંજ આ પ્રશ્નનો ઉકેલ આવી જશે. વેરો ભરવા માટે ની સાઇટ પોરબંદરની નથી. સરકારની છે એટલે દરેક પાલિકાની આ એકજ સાઇટ છે એટલે ઘસારો થતો હોય તેવું બને. > હેમંત પટેલ, ચીફ ઓફિસર, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...