તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિંતન બેઠક:સમય, શક્તિ અને સંપત્તિનો સદમાર્ગે સેવાકાર્યમાં ઉપયોગ થાય ત્યારે જ તેની સાર્થકતા છે: કથાકાર રમેશભાઈ ઓઝા

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર શહેરમાં વિદ્યાપુરુષ ડોક્ટર વિરમભાઈના નિવાસસ્થાને ચિંતન બેઠક યોજાઇ

પોરબંદરમાં વિદ્યાપુરુષ ડોક્ટર વિરમભાઈના નિવાસ્થાને યોજાયેલ ચિંતન બેઠકમાં સમય, શક્તિ અને સંપત્તિનો સદમાર્ગે સેવાકાર્યમાં ઉપયોગી થાય ત્યારે જ તેની સાર્થકતા છે તેવું રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પોરબંદર વિસ્તારમાં નારી શિક્ષણના ક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાઓથી આગવું અને અનોખું સ્થાન ધરાવતી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો વી આર ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના આદ્ય સ્થાપક પ્રમુખ ડો વિરમભાઈ ગોઢાણીયાના એરોડ્રામ રોડ સામે આવેલ ફાર્મ હાઉસના નિવાસ્થાને સાંદિપની વિદ્યાનિકેતનના પ્રણેતા રમેશભાઈ ઓઝાની પધરામણી થઈ હતી.

શ્રી હરી મંદિરના પ્રણેતા રમેશભાઈ ઓઝા દ્વારા અગાઉના વર્ષોમાં રાજશ્રી એવોર્ડથી વિભૂષિત થયેલા વિદ્યાપુરુષ ડો વિરમભાઈ ગોઢાણિયાએ પારિવારિક મિલન સમારંભમાં સત્કાર કરતાં જણાવ્યું હતું કે રમેશભાઈ ઓઝાનો નાતો આ સંકુલ સાથે જોડાયેલો છે. મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના ટ્રસ્ટીઓ સમાજ શ્રેષ્ઠીઓના પ્રયાસથી પ્રથમ પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ મહેતાના નેતૃત્વમાં 300 દીકરીઓના પ્રવેશ સાથે સંસ્થાનો પ્રારંભ થયો હતો. અને હજારો દીકરા દીકરીઓના ઘડતર કરતું ગોઢાણિયા સંકુલ આજે અધતન સુવિધાથી સજ્જ બન્યું છે.

આ ચિંતન બેઠકમાં રમેશભાઈ ઓઝા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે શિક્ષણ થકી મનુષ્યોનું વૈચારિક ઘડતર થાય છે જીવનમાં હકારાત્મક અભિગમ થકી જ પારિવારિક શાંતિ મળે છે અને મનની માવજત પણ થાય છે. સમય, સત્તા, સંપતીના સદમાર્ગે સેવાકાર્યમાં ઉપયોગ થાય ત્યારે જ તેની સાર્થકતા છે તેવુ જણાવવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો