તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોષારોપણ:કોરોના સંક્રમણ અટકાવવા કલેકટર સફળ ન થયા હોવાનો કરાયો આક્ષેપ

પોરબંદર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાર એસો. દ્વારા કલેકટરની બદલી કરવા સીએમને રજુઆત

પોરબંદરના ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ તથા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી ભરતભાઇ લાખાણીએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી જણાવ્યું કે, હાલ પોરબંદરનો દરેક નાગરીક મૂંઝવણમાં જીવી રહેલ છે કે તેને કોરોના થશે તો તેનું શું થાશે, શહેર ધણી ધોરી વગરનું છે અને જીલ્લા કલેકટર મોદી કે જેની તમામ જવાબદારી હોવાછતાં તેઓ બીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.

ખાસ કરીને શહેરમાં એકપણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં જગ્યા નથી. માત્ર સરકારી દવાખાને કોરોના ટેસ્ટ થતો હોય, મોટી લાઈનો લાગે છે. કોઈ પ્રાઈવેટ લેબોરેટરીને મંજુરી નથી. રેમડેસીવર ઈન્જેકસન નથી, ઓક્સિજનની અછત છે, મોટાભાગના દર્દીના પરીવારજનો ઓકસીજનના બાટલા શોધવા મથામણ કરી રહેલ છે. મહત્વની ગોળીની અછત છે આમછતાં કોઈ વ્યવસ્થા કરતા નથી. એટલુ જ નહી કલેકટરએ જાતે રસ લઈ પોરબંદરના તમામ જ્ઞાતિ આગેવાનોને તથા જ્ઞાતિ પ્રમુખોને બોલાવી મીટીંગો કરી દરેક જ્ઞાતિ પોતાની જ્ઞાતિના લોકો માટે કોરોના સેન્ટર ઉભુ કરે અને સરકાર જરૂરી મદદ કરશે તેવી ખાત્રી આપે તેવા કોઈ પ્રયત્નો કરેલ નથી.

જાણી જોઈને પોરબંદરના કોરોનાના આંકડાઓ બે મહીના સુધી કોઈ કેસ ન હોવાનું અથવા ક્યારેક 1 કે 2 કેસ દર્શાવી બાકીના જીલ્લાઓમાં પોતાની વાહ વાહ કરાવવા ખોટા આંકડાઓ બતાવેલા હતાં. અને જયારથી હાઈકોર્ટ દ્રારા ટકોર કરતા અને સાચા આંકડા દર્શાવવાનું કહેતા અને ત્યારથી પોરબંદરમાં રોજના 30 થી 40 કેસો બતાવવામાં આવે છે. હાલ પોરબંદ૨ ની સ્થિતિ ખુબ જ ભયંકર છે. સ્મશાનમાં પણ લાઈનો લાગે છે. જેથી જિલ્લા કલેકટરની તાકીદે બદલી કરી કુશળ કલેકટરને મુકવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો