સરપંચનો આક્ષેપ:આંબારામા અને ચંદ્રાવાડા ગામનાં રસ્તાઓમાં ગેરરીતી

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંબારામા ગામનાં સરપંચનો ખુલ્લો આક્ષેપ

પોરબંદરના બરડા વિસ્તારમાં ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાઈ ગયેલ હોવાથી ઠેર ઠેર મોટા ખાડાઓ અને ગાબડાઓ પડી જતા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવેલ છે. પરંતુ આંબારામા ગામના સરપંચે કહ્યું હતું કે,આંબારામા ગામના પાટિયાથી ગામ સુધીના રસ્તામાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની મીલી ભગતથી આ કામમાં લોટ, પાણી અને લાકડા જેવું કામ કરવામાં આવેલ છે અને અમુક ખાડાઓમા ડામર પાથરવામાં આવેલ છે.

જ્યારે અમુક ખાડાઓ જેમ છે તેમ રાખી દીધા છે અને જે ખાડાઓમાં ડામર પાથરેલ છે તેમાં પણ કામ નબળી ગુણવત્તા વાળુ કરેલ હોવાથી હાલમાં મગફળીની સીઝન ચાલુ થશે અને ટ્રેક્ટરો આવક જાવક કરશે, ત્યારે જે ખાડાઓમાં ડામર પાથરેલ છે એ પણ ઉખડી જશે. આથી અંબારામા પાટિયાથી આંબારામા ગામ થઈને મોમાઈ માતાજીના મંદિર સુધીની ચોકડી સુધીના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ છે. તસ્વીર ધીરુભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...