તપાસ:પોરબંદર સિવીલ હોસ્પિટલના કેદી વોર્ડના વિડીયોની તપાસ ડીવાયએસપીને સોંપાઇ

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ પાછળની બારીઓ બંધ કરાવી, સઘન બંદોબસ્ત ગોઠવાયો : સીસીટીવીનું બેકઅપ લેવામાં આવશે

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે કેદી વોર્ડમાં એક કેદીએ મોબાઈલ વડે શૂટિંગ કરી કેદીવોર્ડનો ચિતાર દર્શાવતો વિડિઓ વાયરલ થતા ચકચાર જાગી છે. આ વાયરલ વિડીઓએ કેદીવોર્ડની પોલ ચતી કરી નાખી છે.

કેદીઓને મળતી સવલતો, પોલીસની મિલીભગત તેમજ દિવાળી વખતે 4 તારીખે માદક પદાર્થનો નશો કરીને કેદીઓ વચ્ચે ડખ્ખો થયો હતો અને મૂઢમાર મારેલ હોવાછતાં પોલીસે MLC કરેલ ન હતી, કેદીઓને પોલીસ દ્વારા રાજાશાહી છે તેવું બોલતા બોલતા વિડિઓ શૂટિંગ કર્યું હતું અને કેદીએ આ વિડિઓ વાયરલ થતા ભારે ચકચાર જાગી છે ત્યારે પોરબંદરના જિલ્લા પોલીસ વડા દ્વારા સીટી ડીવાયએસપીને તપાસ સોંપી છે. અને કેદીવોર્ડનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે તેમજ માત્ર બારી જ ખુલ્લી રાખવામાં આવી છે.

પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ડીવાયએસપી જે. સી. કોઠીયાએ જણાવ્યું હતું કે, વિડિઓ કોણે ઉતાર્યો, ક્યારે ઉતાર્યો તેની તપાસ ચાલુ કરી છે. પુરાવા મળશે એટલે ગુન્હો દાખલ કરવામાં આવશે. વોર્ડની મારામારી અને MLC અંગે પણ તપાસ થશે. વોર્ડની પાછળની બારી પણ બંધ કરી છે અને સીસીટીવીનું બેકઅપ લેવામાં આવશે. જો પોલીસ સંડોવાયેલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...