માંગણી:પોરબંદરના સરદાર પટેલ સંકુલમાં સુવિધા વધારવા અંગે રજૂઆત કરાઈ

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધુનિક અને જરૂરી સિન્થેટિક ટ્રેક, કુદ, ફેકની રમતો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા ઉપલબ્ધ કરો

પોરબંદરમાં છેલ્લા સાત વર્ષથી કાર્યરત સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સુવિધા વિકસાવવામાં આવે તે અંગે કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રીને કન્ઝર્વેટરી સંસ્થાએ રજૂઆત કરી એવું જણાવ્યું છે કે શહેરમાં આવેલ સાંદિપની ગુરુકુળ સામે વિશાળ જગ્યામાં રમત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને હાલ આ સંકુલ કાર્યરત છે.

અનુકૂળ વાતાવરણ સ્વચ્છ, શાંતિ વિસ્તારમાં નિર્માણ પામેલ આ સંકુલમાં હજુ અનેક સુવિધાઓ અને સ્પર્ધાત્મક સુવિધા જેવીકે એથ્લેટીક્સની રમતો માટે આધુનિક અને જરૂરી સિન્થેટિક ટ્રેક, કુદ, ફેંક સહિતની રમતો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે. અહીં સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે ગુજરાતને સર્વશ્રેષ્ઠ બનાવવા અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરી શકે તેવા ખેલ પ્રતિભાવો વિકસાવવા નિર્ધાર કરાયો છે. અને પોરબંદરમાં અહીં ટેબલ ટેનીસ, બેડમીન્ટન, રાઈફલ શુટિંગ સહિતની રમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતાં સ્પર્ધકોને ખેલકૂદમાં રસ ઋષિ વધી રહી છે, ત્યારે સંકુલ ખાતે અધતન સ્વીમીંગ પુલનું નિર્માણ થાય તો ચોક્કસ તેની તાલીમ મળી શકે અને વિવિધ સ્પર્ધાઓ માટે શ્રેષ્ઠ તરવૈયા બની શકે તેમ છે.

સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં સુવિધાઓ વધારવામાં આવે તે જરૂરી છે. રમતગમતની યોગ્ય રીતે તાલીમ સ્થાનિક ખેલાડીઓ મેળવી શકતા ન હોવાથી ઍટલૅન્ટિકની રમતો માટે આધુનિક અને જરૂરી સિન્થેટિક, ટ્રેક, કુદ, ફેકની રમતો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરની સગવડ વિકસાવવામાં આવે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...