આવેદન:શાળાઓમાં રાજકારણીઓની દખલગીરી બંધ કરવા રજૂઆત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
  • આચાર્યની પૂર્વ મંજૂરી વગર શાળામાં ઘૂસી ખોટી રજૂઆત કરી

પોરબંદરમાં રાજકીય પાર્ટીના કાર્યકરો મારફત શાળાઓમાં બિનજરૂરી દખલગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે.પોરબંદરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ લાખાભાઈ સૂડાવદરા સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, અને તેઓએ જણાવ્યું છે કે કુતિયાણા તાલુકામાં અમીપુર પ્રાથમિક શાળામાં નાથાભાઈ ઓડેદરા, કેશુભાઈ પરમાર તેમજ અન્ય વ્યક્તિઓ આચાર્યની પૂર્વ મંજૂરી વગર શાળામાં ઘૂસી જઈ શાળાની વિડીયોગ્રાફી કરી હતી, અને શાળા સામે પીવાના પાણીની વ્યવસ્થા બાળકો પાસે વાસણ સાફ કરાવવા તેમજ ગામના ઉકરડા અંગે ખોટી રજૂઆત કરી છે. અને વિડીયો વાયરલ કર્યા છે.

આ અંગે સરકારી શાળાઓમાં રાજકીય પાર્ટીના હોદ્દેદારો આ રીતે પૂર્વ મંજૂરી વગર આવી બદ ઇરાદાથી રોફ જમાવતા હોય, સરકારી કામગીરીમાં દખલગીરી કરતા હોય, વિક્ષેપ પાડતા હોય તેમજ ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શિક્ષકોના મોરલ તોડવા રાગ દેશથી આવું કરતા હોય તે યોગ્ય ન હોવાનું જણાવ્યું છે. ગુજરાતમાં શાળાઓમાં સહકાર આપવાને બદલે શિક્ષકને ખોટી રીતે રજૂ કરી ખૂબીઓને બદલે ખામીઓ કાઢી શિક્ષણને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવા અંગે લાખાભાઈ ચુંદાવદરા સહિતના શિક્ષકોએ કલેકટરને રજૂઆત કરી છે.

રાજકીય પક્ષોના કાર્યકરો પણ સ્વયં રાખી શિક્ષણના વિકાસમાં સાથ આપે તે જરૂરી હોવાનું જણાવ્યું છે. આ રીતે બદ ઇરાદાથી કૃત્ય કરી ગુણવત્તા યુક્ત શિક્ષણને વધુ સારી ઊંચાઈએ લઈ જવું હોય તો ગુજરાત પણ આપણું છે, અને શિક્ષણ લેનાર બાળકો આપણા છે. જેથી આ અંગે હકારાત્મક અભિગમથી સહકારની અપેક્ષા રાખવા જણાવ્યું છે. આમ પોરબંદરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજકીય પાર્ટીઓના કાર્યકરો મારફત શાળામાં બિનજરૂરી દખલગીરી ન કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...