માગ:5 હજારમાં લાભાર્થીઓને આવાસ આપવા પાલિકાને રજૂઆત કરાઈ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખારવા ચિંતન સમિતિએ ચીફ ઓફિસરને કરી રજૂઆત : ડ્રો નક્કી કરી આવાસ ફાળવવા માંગ

પોરબંદર જિલ્લા અને ખારવા ચિંતન સમિતિએ ચીફ ઓફિસર નગરપાલિકાને મળીને રજૂઆત કરી હતી કે બી.એસ. યુ.પી. યોજનાના આવા રૂ. 5,000 ભરીને લાભાર્થીઓને આવાસો ફાળવવા માટે ફરી એક વાર રજૂઆત કરી છે. કલેક્ટર તથા સમાજ કલ્યાણ ખાતાએ ફાળવેલ બી.એસ.યુ.પી. યોજનાના આવાસો અંગે નગરપાલિકા તરફથી લેખિતમાં ખાતરી આપવામાં આવેલ હતી કે બેંક ખાતા રૂપિયા 45000 લાભાર્થીઓને આવાસ ફાળવ્યા બાદ જમા કરાવી આપવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રામદેવભાઇ મોઢવાડિયાને રજૂઆત કરતા સવારનું માટે રૂપિયા 5,000 જેમાં બાકી રહેતા લાભાર્થીઓએ ભરેલ હોય તેઓને પણ આવાસ ફાળવવાનું નક્કી થયેલ છે તો આવા લાભાર્થીઓ માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે ડ્રો ની તારીખ નક્કી કરી અને લાભાર્થીઓને તેમના આવાસ ફાળવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...