તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફિશિંગ વ્યવસાય વસાહત તરફ જતાં માર્ગનું સમારકામ કરી પાણી અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરો

પોરબંદરમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ રાજાણી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે ફિશિંગ વ્યવસાય વસાહતનો મુખ્ય રસ્તો છે તે ડામોરનો પાકો રોડ છે. પરંતુ ફિશિંગ વ્યવસાય વસાહત તરફ જતા રસ્તા પર અને ફીસિંગ ક્ષેત્રના વેપારીઓ અને એક્સપોર્ટના એકમો ફેક્ટરીઓ આવેલ છે તેને જોડતા રસ્તાઓ કાચા છે. અને ખરબચડા છે. જ્યાં સુધી પાકા રસ્તાની લાઈટની અને પાણીની પ્રાથમિક જરૂરિયાત દાયકાઓ બાદ હજુ પણ પૂરી કરવામાં નથી.

પોરબંદર નગરપાલિકાએ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી નથી. પાકા રસ્તાના અભાવે અહીંથી પસાર થતા વાહનોને ખૂબ ખૂબ જ ડસ્ટિંગ થતું હોય, પૂરતું પાણી મળતું ન હોવાથી આ ક્ષેત્રના વ્યાપારીઓને વેચાતું પાણી લેવું પડે છે. અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ ન હોવાથી મોટા ભાગના લોકોને હાલકી વેઠવી પડે છે. અને ચોવીસ કલાક ધમધમતા આ વિસ્તારમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જેથી ફિસીંગના વ્યવસાયમાં પાયાની અને મહત્વની રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટની સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો