'સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર':પોરબંદર ચોપાટી ખાતે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે વિથ સી સાઈડ પ્રોપ્રટી કાર્યક્રમ યોજાયો

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીલ્લા વહીવટી તંત્ર પોરબંદર સંચાલિત સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર બેનર હેઠળ પોરબંદર ચોપાટી ખાતે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે વિથ સી સાઈડ પ્રોપ્રટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર ચોપાટી ખાતે 75 શ્રમદાતાઓ દ્વારા જૈવિક કચરો એકત્રિત કરી નગરપાલિકા સફાઈ વિભાગના સહકારથી કચરાનો નાશ કરાયો હતો. આ તકે પે-સેન્ટર તળપદ કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દરિયાઈ જીવો માછલી, કાચબો, સાપ, કરચલા વગેરેની વેશભૂષાના માધ્યમથી ઓળખ આપી અને ગુલાબ પુષ્પ અર્પણ કરી ઉપસ્થિત શ્રમદાતાઓ અને દરિયાઈ જીવોની સાથે મિત્રતા સંદેશ આપતા અનોખી રીતે ઉજવણી કરી ભારત સરકારના સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનમાં જોડાયા હતા.

દરિયાની તટે કચરો સાફ કરી પ્લાસ્ટીક મુક્ત કરવામાં આવ્યો
કાર્યક્રમમાં જોડાયેલ તમામ શ્રમદાતાઓને પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા અભિનંદન પાઠવતા દરેક લોકોને સમુદ્ર જતન અને અમુલ્ય સંપતિ એવા સાગર તટે સ્વચ્છતાનું પાલન કરી સાગર સુરક્ષા માટે યેન-કેન પ્રકારે સહયોગી બનવા સંદેશ પાઠવ્યો હતો. અભિયાનને સફળ બનાવવા જોડાયેલા તમામ સહયોગીઓનો નોડલ ઓફિસર અને પોરબંદર જીલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનીષકુમાર જીલડીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...