આંતરીક સુરક્ષાની સમીક્ષા:પોરબંદર જિલ્લાની આંતરીક સુરક્ષાની સમીક્ષા કરાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધવપુર મંદિર પર અને કેદારેશ્વર મંદિર પરિસરમાં ડમી આતંકવાદી હુમલો કર્યો હતો

પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લાની કોસ્ટલ સીકયુરીટીની સમીક્ષા કરવા અને પોલીસની કાર્યક્ષમતા ચકાસવા ઓપરેશન ફોકસ્ડ કોસ્ટલ સીકયુરીટી નામની કવાયત યોજેલ હતી. આ કવાયતમાં એસ.ઓ.જી.ની ટીમને રેડ ફોર્સ ટીમ તરીકે કામ કરવા અને જીલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને બ્લુ ફોર્સનતરીકે કામ કરવા આદેશ આપેલ હતો. જે મુજબ એસ.ઓ.જી.ની રેડ ફ્રોર્સ ટીમ દ્વારા જમીન માર્ગનો ઉપયોગ કરી માધવપુર ખાતે આવેલ માધવરાય મંદીર ઉપર ડમી આંતકવાદી હુમલો કરેલ.

દરમ્યાન માધવપુર પોલીસ ટીમની સતર્કતાના કારણે રેડ ફોર્સ ટીમને પકડી પાડી હતી, ત્યાર બાદ જમીન માર્ગનો ઉપયોગ કરી કીર્તિમંદીર પોલીસ સ્ટેશનના વિસ્તારમા આવેલ કેદારેશ્વર મંદીરના પરીસર બહાર ડમી આંતકવાદી હુમલો કરેલ. કીર્તિમંદીર પોલીસ ટીમની સતર્કતાના કારણે રેડ ફોર્સ ટીમને પકડી પાડેલ અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા દિધેલ નહી. આ કામગીરીમાં એસઓજી પીઆઇ કે.આઈ. જાડેજા, પીએસઆઇ એચ.સી. ગોહિલ સહિતની ટીમ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...