હુકમ:ઓડદરમાં લેન્ડ ગ્રેબીંગના ગુનામાં 4 આરોપીઓને વચગાળાની રાહત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવા હાઇકોર્ટની સુચના

પોરબંદર નજીકના ઓડદર ગામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ નોંધાયેલા ગુન્હામાં મહિલા સહિત 4 આરોપીઓને હાઇકોર્ટ દ્વારા વચગાળાની રાહત આપી છે અને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી ન કરવા સૂચના આપી છે. પોરબંદર જિલ્લાના ઓડદર ગામના સુમરીબેન લખુભાઇ ઓડેદરા, રાહુલ લખુભાઇ ઓડેદરા, દિનેશ માલદેભાઇ ભુતિયા અને કારા કાનાભાઇ ઓડેદરાની સામે લેન્ડ ગ્રેબીંગ એકટની જોગવાઇ મુજબ જિલ્લા કલેકટર દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. વકીલ જગદીશ માધવ મોતિવરસે હાઇકોર્ટમાં FIR ને ચેલેન્જ કરી રીટ પીટીશન દાખલ કરી હતી.

વકીલે કરેલી દલીલો અનુસાર અરજદારો સામે કહેવાનો ગુન્હો નોંધતા પહેલા નવા લેન્ડ ગ્રેબીંગ એકટની જોગવાઇઓ મુજબ પ્રથમ તેઓએ તેમની રજૂઆત કરવાની પુરતી ન્યાયિક તક આપવાની જોગવાઇ હોવા છતાં હાલના કિસ્સામાં કોઇપણ અગમ્ય કારણોસર અરજદારોને આવી કોઇ તક આપવામાં આવી નહોતી જેવી અનેક દલિલો કરવામાં આવી હતી અને હાઇકોર્ટે બંને પક્ષની દલિલો સાંભળી અને અરજદારોની સામે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના નામે અરજદારોની સામે આગળની કોઇ જ શિક્ષાત્મક કાર્યવાહી નહી કરવાનો વચગાળાનો હુકમ ફરમાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...