પોરબંદર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.જિલ્લાની સહકારી મંડળીઓ ફડચામાં લઈ જવા વચગાળાના આદેશો બહાર પાડવામાં આવ્યો છે. 60થી વધુ મંડળીઓ દ્વારા નિયમ મુજબ ઓડિટ અને માહિતી પત્રકો કચેરીને ન પહોચાડ્યા હોવાથી નિર્ણય લેવાયો છે.
પોરબંદર જિલ્લાના નિયંત્રણ હેઠળની યાદી મુજબની સહકારી મંડળીઓને કે જેની નોંધણી સહકારી કાયદા નીચે થયેલ છે, તે મંડળીઓની એન.સી.ડી. પોર્ટલ ઉપર માહિતી ભરાયેલ નથી, મંડળીનાં નિયમ અનુસાર ઓડીટ કરાવેલ નથી, મંડળીએ ક્યારેય કોઈપણ પ્રકારની માહિતી પત્રકો કચેરીને પુરા પાડવામાં આવેલ નથી.
તથા નોંધણી બાદના હાલના વહીવટકર્તાઓ કે સભાસદોની કોઈપણ પ્રકારની માહિતી કચેરીમાં ક્યારેય આપવામાં આવેલ નથી. તેમજ નોંધણી બાદ તેમના સરનામામા થયેલ ફેરફારની જાણ કચેરીને કરેલ નથી, જેથી આ કારણોસર સહકારી કાયદાની કલમ 107 (1) (સી) 2 અને 4ની જોગવાઈઓ હેઠળ કેટલીક મંડળીઓને ફડચામાં લઈ જવા વચગાળાના આદેશો તાજેતરમાં કરવામાં આવેલ છે.
આવી મંડળીઓએ વચગાળાના આદેશ સામે વાંધો હોય તો જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પોરબંદરને આધાર પુરાવા સાથે લેખીત અને રૂબરૂ રજુઆત કરવા તક પણ આપવામાં આવી છે તથા તેમના હસ્તકની મંડળીનો ચાર્જ જેમ કે રેકર્ડ, સાહિત્ય સંબંધિત ફડચા અધિકારીને સુપ્રત કરી આપવા સુચના આપવામાં આવે છે.
ફડચામાં હોય તેવી 31 દૂધની મંડળીઓ
દુધ મંડળીઓમાં પાતા દુધ ઉ.સ.મં લી, પારવાડા, રાતીયા, કડછ મહિલા દુધ ઉ.સ.મં.લી, પાતા મહિલા દુધ ઉ.સ.મં.લી., કડછ, વડાળા દુધ ઉ.સ.મં.લી, વિસાવાડા,કોલીખડા, ખાંભોદર, દુધ ઉ.સ.મં.લી બખરલા, બોખીરા મહિલા દુધ ઉ.સ.મં.લી, ફટાણા મહિલા દુધ ઉ.સ.મં.લી, દેગામ મહિલા દુધ ઉ.સ.મં.લી, લીરબાઈ દુધ ઉ.સ.મં.લી. શીશલી, ખોડીયાર મહિલા દુધ ઉ.સ.મં.લી પાલખડા, શીંગડા, રામવાવ દુધ ઉ.સ.મં.લી ખાંભોદર, ખીજદડ મહિલા દુધ ઉ સ.મં.લી, સાતવીરડા દુધ ઉ.સ.મં.લી., કેરળા, કોટડા, કુતિયાણા મહિલા દુધ ઉ.સ.મં.લી, કડેગી, રેવદ્રા, મહિલા દુધ ઉ.સ મં લી ભોગસર, રોધડા, ગોકરણ તથા કામધેનુ દુધ ઉ.સ.મં.લી. ધ્રુવાળાનો સમાવેશ થાય છે.
ફડચામાં ગયેલી હોય તેવી 35 મત્સ્ય મંડળીઓ
મત્સ્ય મંડળીઓ પૈકી મેરેગરીબ નવાજ મત્સ્યો સ.મં.લી માધવપુર, હરસિદ્ધિ મત્સ્યો સ.મં.લી પોરબંદર, સુદામાપુરી મત્સ્યો, સબીર સાગર ખેડુત, શિવ સાગર મત્સ્યો સ.મં.લી, હુશેની સાગર ખે. મત્સ્યો. પદમાણી કૃપા સાગર ખેડુ મત્સ્યો., ભવનાથ મત્સ્ય, નગીના મત્સ્યો., દીપસાગર મત્સ્યો., ક્રિષ્નાસાગર મત્સ્યદ સમં.લી., શક્તિસાગર, રઝવી સાગર ખેડુ, કૌશર, વેરાવળી કૃપા મત્સ્યો., મહાલક્ષ્મી મત્સ્યો., જાવર મત્સ્યો., નસીબ સાગર, આશાસાગર, સાગર કન્યા મત્સ્યો., સમુદ્ર સમ્રાટ, સપના મહિલા મત્સ્યો., શકુંતલા મિલન મત્સ્યો., રામસેવક મત્સ્યો., શ્રદ્ધા સાગર મત્સ્યો., રાહુલ મહિલા મત્સ્યો., ઋષિકેશ, નવનિધિ, કિંગ પૂજા, ઓમ કૃપા, મહિલા વિકાસ અનુ જાતિ મત્સ્યો. , રાજસાગર મત્સ્યોદ્યોગ, હાજીપીર મત્સ્યો સં.મં.લી બિલેશ્વરનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.