ઇન્ટર ડિસ્ટ્રીકટ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર ખાતે સૌરાષ્ટ્રભર માંથી 15 ભાઈઓ અને 15 બહેનોની ટીમ ભાગ લેશે. રમતગમત પ્રેમી જનતાને સ્પર્ધા નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 11મો ખેલમહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્ર રાજકોટ ઝોન કક્ષા અન્ડર-17 ભાઈઓ અને બહેનો વિભાગની ઇન્ટર ડીસ્ટ્રીકટ કબડ્ડી સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે પોરબંદર ખાતે આવતીકાલે તા. 16/ 5 થી તા. 20/5 દરમ્યાન યોજાનાર છે.
આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ભરમાંથી 15 ભાઈઓની અને 15 બહેનો ટીમ ભાગ લેશે. જેમાં ઓપનીંગ સેરેમની આવતીકાલે તા. 16ના સાંજે 6 કલાકે યોજાશે. ભાઈઓની સ્પર્ધા તારીખ 17 અને 18ના સવારે 8 કલાકથી તેમજ બહેનોનોની સ્પર્ધા તારીખ 19 અને 20 સવારે 8 કલાકથી સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે પોરબંદર ખાતે યોજાશે. આ તકે પોરબંદર રમતગમત પ્રેમી જનતાને સ્પર્ધા નિહાળવા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત વતી જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.