પોરબંદર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં સોમવારના રોજ પોતે ઉમેદવારી પત્ર ભરશે તેમ જાહેરાત કરી હતી. સાથે મોરબી પુલ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી સાદગીપૂણ રીતે ઉમેદવારી નામાંકન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
મોરબી દુર્ઘટનાને પગલે નિર્ણય
ભારતીય જનતાપાર્ટીના બાહુબલી ધારાસભ્ય અને પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર બાબુ બોખીરીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં બનેલી મોરબીમા પુલ તૂટવાની દુઃખદ ઘટનાને હજુ વધુ સમય થયો ન હોવાથી આપણા હદયમાં જે ઘાવ પહોંચ્યો છે તે ઘાવ હજુ રુજાયા નથી. ત્યારે આ દુઃખદ બનાવને ધ્યાને લઈ સોમવારને 14 નવેમ્બરના રોજ ખુબ જ સાદગીપૂર્ણ રીતે ઉમેદવારી નામાંકન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
સાદગીપૂર્ણ રીતે ઉમેદવારી ફોર્મ ભરશે
ભાજપ દ્રારા દરેક વખતે ઉમેદવારી ભરવા જતી વખતે ધમાકેદાર માહોલમાં ઢોલ-નગારા અને ડીજેના તાલે ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવવામાં આવતી હોય છે. તેના બદલે આ વખતે માત્ર ભાજપના કેટલાક હોદેદારોને સાથે રાખીને શાંતિપૂર્વક અને સાદગીપૂર્ણ માહોલમાં ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.