પોરબંદર શહેરમાં આવેલ સરકારી રૂપાળી બા લેડી હોસ્પિટલનો અમુક સ્ટાફ પેધી ગયો છે, અને પ્રસુતાઓ સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કરતો હોવાનું બહાર આવતા આક્રોશ ફેલાયો છે. પોરબંદરમાં પરપ્રાંતી મજૂરો કામ કરવા આવે છે, તે પૈકીની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા રૂપાળી બા લેડી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અને તેને ખૂબ જ બ્લીડિંગ થતું હતું. તથા ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી.
આમ છતાં ત્યાં ફરજ પરના કોઈ સ્ટાફે તેને ટેકો આપ્યો ન હતો. તેવા આક્ષેપ કરીને ત્યાં ઉપસ્થિત કુતિયાણાના સેવાભાવી મહિલા શાંતિબેન સરમણભાઈ ઓડેદરાએ તેમણે પોતાના ખંભે ઊંચકીને પીડિતાને બેડ ઉપર સુવડાવી હતી, તે દરમિયાન જમીન ઉપર ખૂબ જ બ્લિડિંગ વહી ગયું હતું. શાંતીબેન ઓડેદરાએ ફરજ પરના સ્ટાફને મહિલાની પીડા સમજવા જાણ કરી હતી. તોછડાય અને ઉદ્ધતાય ભર્યું વર્તન કરી સ્ટાફે કોઈ દરકાર લીધી ન હતી. દોઢ થી બે કલાક સુધી તેના બલ્ડિંગના લોહી લાદી ઉપર પડ્યા હતા, તે સાફ કરવા માટે કોઈ ફરકયુ ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.