સ્થળ પર જઇ સારવાર:માધવપુરમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર અપાઈ, સંજીવની નેચર ફાઉન્ડેશનની ટીમ દ્વારા પક્ષી બચાવો અભિયાન

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત પક્ષી નજરે પડે તો જાણ કરવી
  • ઇજાગ્રસ્ત પક્ષીઓ અંગેની જાણ કરાતા જ સ્થળ પર જઇ સારવાર આપે છે

પોરબંદરના માધવપુર ઘેડમા સંજીવની નેચર ફાઉન્ડેશનની ટીમ દ્વારા પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે વરસાદી માહોલને લઈને બીમાર હાલત તેમજ ઈજાગ્રસ્ત પક્ષીઓને બે ત્રણ દિવસ પ્રાથમિક સારવાર અપાઈ છે, પોરબંદર બર્ડ સેન્ચ્યુરી ખાતે પ્રાઇવેટ વાહન દ્વારા પક્ષીને રીફર કરાઈ છે.

બળેજ ખાતે વાડી વિસ્તારમાં એક ઢેલ પક્ષી બીમાર હાલતમાં હોવાથી ત્યાંના સ્થાનિક પક્ષી પ્રેમી દિલીપભાઈના નજરે પડતા તેઓએ માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતા જ તાત્કાલિક ધોરણે બળેજ ગામે પહોંચીને માધવપુર સારવાર કેન્દ્ર હેઠળ રાખવામાં આવેલ અને બગસરા ખાતે એક કાકણ શહેર નામનું પક્ષી ઇજાગ્રસ્ત હોય, તેને પોરબંદરના પશુ પક્ષી પ્રેમી નેહલબેનને જાણ થતા તેઓએ માધવપુર સંજીવની નેચરને જાણ કરી હતી, આ પક્ષીને માધવપુર સારવાર કેન્દ્ર હેઠળ રાખવામાં આવ્યુ છે.

મધુવંતી નદી નજીક એક દરિયાઈ પક્ષી ઇજાગ્રસ્ત હોય ત્યારે એક હોમગાર્ડ જવાન જયદીપ ભાઇ ગોસ્વામીની નજરે પડતા જ તેઓએ તાત્કાલિક માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરી હતી, જેથી માધવપુર સારવાર કેન્દ્ર હેઠળ લઈ આવવામાં આવ્યું હતું. અને તમામ પક્ષીઓને ત્રણ થી ચાર દિવસ સારવાર હેઠળ રાખ્યા રાખવામાં આવ્યા છે.

ત્યા​​​​​​​​​​​​​​​​​​​​​રબાદ વધુ સારવાર અર્થે સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ તમામ પક્ષીઓને પોરબંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બર્ડ સેન્ચ્યુરી ખાતે રિફર કરવામાં આવ્યા છે. માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા વરસાદી માહોલમાં કોઈ પણ સ્થળે ઇજાગ્રસ્ત પક્ષે નજરે પડે તો આ અંગેની જાણ કરવા સ્થાનિક લોકોને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...