રજુઆત:ઇન્દિરાનગરથી બિરલા, રોકડિયા હનુમાનથી બોખીરા હાઇવે બિસ્માર

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસનાં આગેવાને ધારદાર રજુઆત કરી

પોરબંદર એ મહાત્મા ગાંધી અને કૃષ્ણ સખા સુદામાની ભૂમિ છે જેથી પોરબંદર મહત્વનું શહેર છે. સોમનાથથી પોરબંદર આવતા ટુરિસ્ટો અથવા દ્વારકાથી પોરબંદર આવતા ટુરિસ્ટો શહેરની અંદર પ્રવેશ કરે તે બંને તરફના પ્રવેશ દ્વાર સમાન રસ્તા રોકડીયા હનુમાનથી બોખીરા સુધી અને ઇન્દીરાનગરથી બિરલા ફેકટરી સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે.

આ રસ્તામાં મસમોટા ખાડા પડેલ હોવાથી અનેક વખત વાહન અકસ્માત સર્જાય છે અને બિસ્માર રસ્તાને કારણે વાહનોમાં નુકશાની થવાના બનાવ બને છે, જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ છે આ રસ્તો રીપેર કરવા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ કામગીરી કરવામાં આવી નથી. જેથી શહેરની બંને તરફનો આ હાઇવે તાત્કાલિક અસરથી રિપેરીગ કરવામા આવે તેવી શહેર કોંગ્રેસના મહામંત્રી લાખણશી ગોરાણીયાએ નેશનલ હાઇવે વિભાગને લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...