લોકો ભયભીત:પોરબંદરમાં ઇન્દિરા નગર વિસ્તાર ડાલામથ્થાની ડણક

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો ઉપર હુમલો થાય તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ

પોરબંદરમાં નવા વર્ષથી જ સિંહ આવી ચડ્યો છે. અને ઘણા દિવસોથી સિંહે પોરબંદરમાં ધામા નાખ્યા છે. ઈન્દીરાનગર સહિતના વિસ્તારોમાં સિંહના કારણે લોકોમાં ભય સેવાય રહ્યો છે. લોકો ઉપર સિંહનો હુમલો થાય તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરવા રજુવાત કરાઈ છે.

દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ નૂતન વર્ષના દિવસથી જંગલનો રાજા સિંહ પોરબંદરનો મહેમાન બન્યો છે. અને ઇન્દિરા નગરથી આગળ આવેલ સીકોતેર મંદિરથી રતનપુર સુધીના વિસ્તારોમાં આ સિંહ દેખાઈ રહ્યો છે. રતનપરના સ્મશાન નજીક દરિયા કિનારાની રેતીમાં સિંહના પગલા દેખાતા રતનપુરના પૂર્વ સરપંચ ભીમભાઇ ઓડેદરાએ વન વિભાગનું ધ્યાન દોર્યું હતું. અને આ સિંહને પકડવા માટે પણ વન વિભાગએ પાંજરા મૂક્યા હતા. હાલ સિંહના કારણે બાળકો ઉપર જોખમ સર્જાતા વાલીઓમાં ભય છે.

ઇન્દિરા નગર વિસ્તારમાં બિરલા પ્રાઇમરી સ્કૂલ સુધી સિંહ આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગેની જાણ આગેવાનો થતા આગેવાનો પણ દોડી ગયા હતા. અને વન વિભાગને તાત્કાલિક સિંહને પકડી પાડવામાં આવે તેવી રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ આસપાસના વિસ્તારમાં વધુ ગૌમાતાના મૃતદેહ મળી આવ્યા છે.

હાલ સિંહ નજીકના વિસ્તારમાં હોવાના કારણે લોકો અને વિદ્યાર્થીઓ ભય ભિત બન્યા છે. જેથી અગ્રણીઓએ રજૂઆત કરી છે, અને જણાવ્યું છે કે વિદ્યાર્થી અને વાલીઓ સહિત આ વિસ્તારના રહેવાસી ભયમાં છે. સિંહ પ્રેમીઓ દ્વારા જે લાગણી વ્યક્ત થય છે તેના માટે જંગલ ખાતાએ અલગથી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તેવી રજૂઆત કરી છે.

અને તેને અહીં જ વસવાટ કરવાનો હોય તો તેના માટેની પાયાની સુવિધા તથા ખોરાક માટે શિકારનું આયોજન ગોઠવવું જોઈએ, અન્યથા આ સિંહ માલિકીના પશુઓ ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી રહ્યો છે. અને વન વિભાગ પોતાની જવાબદારી ખંખેરી દીપડાના હુમલા ગણાવી રહ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેથી લોકો ઉપર હુમલો થાય તે પહેલા જ તાત્કાલિક કાર્યવાહીક કરવી જરૂરી બની હોવાની રજૂઆત કરાય છે.

અન્ય સમાચારો પણ છે...