પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રોહી-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલું છે. જે અન્વયે પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈનીની સુચના તથા પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી. દેસાઇ તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ગોઢાણા ગામે પહોંચતા વુમન પો.કોન્સ.પુરી ભીમાને બાતમી રાહે હકિકત મળી હતી કે, અહીં નજીકમાં હોલડી નેશમાં રહેતા સાંગા વીરા કોડીયાતર પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોનો જથ્થો છુપાવેલો છે. હકીકત મળતા સદર જગ્યાએ રેઇડ કરતા રહેણાંક મકાનના ફળીયામાં આવેલા મગોટાના ઢગલામાંથી બોટલો ભરેલા પુઠ્ઠાના બોક્ષ નંગ-6, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-12 કિંમત રૂપિયા 27,૦૦૦નો મુદ્દામાલ રાખી રેઇડ દરમિયાન ઝડપી પાડ્યો હતો.
જેમા આરોપી મજકુર સાંગા વીરા કોડીયાતરને પકડી બગવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ સમગ્ર કામગીરી પીએસઆઈ એ.બી. દેસાઇ તથા પોલીસ હેડ કોન્સ.બી.ડી. ગરચર તથા પો.કોન્સ.નરન્દ્ર વેજા તથા જયમલ સામત તથા વુમન પો.કોન્સ.પુરી ભીમા વગેરે સ્ટાફના જવાનો રોકાયેલા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.