તંત્ર બે ધ્યાન:પોરબંદરમાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં વ્યસનના પ્રમાણમાં વધારો

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું હોવા છતાં તંત્ર બે ધ્યાન બન્યું

પોરબંદરમાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે. બાળકોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું હોવા છતાં તંત્ર બે ધ્યાન બન્યું છે, જવાબદાર તંત્રની કામગીરી કાગળ ઉપર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આમ જોઈએ તો પોરબંદરમાં વ્યસનનું પ્રમાણ વધુ છે, ખાસ કરીને બરડા પંથકમાં પણ વ્યસનનું પ્રમાણ વધુ છે. અને શહેરમાં એક ઝીણવડ ભરી નજરે જોવામાં આવે તો 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં પાન માવા સિગરેટ ગુટખા સહિતનું પ્રમાણ વધુ હોવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવતી હોય તેવું એક નજરે ફલિત થઈ રહ્યું છે.

જવાબદાર તંત્ર દ્વારાઅઢાર વર્ષથી નીચેના બાળકોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું હોવા છતાં કોઈ પ્રકારની ગંભીરતા લેવામાં આવતી નથી. હાલ શાળા કોલેજોની આસપાસ પણ પાન માવા સિગરેટ સહિતની દુકાનો ધમધમી રહી છે. અને જવાબદાર તંત્ર કોઈ પ્રકારની કાર્યવાહી કરતું ન હોય તે પણ જણાઈ રહ્યું છે. અઢાર વર્ષથી નીચેના બાળકોમાં પાન માંવા સિગરેટ તમાકુ સહિતના વ્યસનોનું પ્રમાણ વધ્યું હોય તે એક ચિંતાજનક બાબત છે, જેથી જવાબદાર તંત્ર દ્વારા 18 વર્ષથી નીચેના બાળકોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું હોવા અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ જાગૃત લોકો દ્વારા થઈ રહી છે.

હાલ 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું હોવાના કારણે તેમને આર્થિકની સાથે શારીરિક પણ નુકસાન પહોંચી શકે છે. છતાં પણ જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હાલ 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું હોય તે વિષય ચિંતાજનક હોવાથી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ગોઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...