મોંધવારીનો માર:ખજૂરના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોળી-ધૂળેટીના પર્વ નિમિતે જ મોંધવારીનો માર
  • ગતવર્ષની સરખામણી કરતા આ વર્ષે ભાવ વધ્યા, ખજૂરના 55ના બદલે રૂપિયા 80ના ભાવે વેચાણ થઈ રહ્યું છે

પંચરંગી મહાપર્વ હોળી અને ધુળેટીના રંગીલા તહેવારોને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે પોરબંદર શહેરની મુખ્ય સટ્ટા બજારમાં ખજૂરનું વેચાણ કરતા જથ્થાબંધ વેપારી જયભાઈ લાલચેતાના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખજૂરના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે, અને મીડીયમ ખજૂરના 55 રૂપિયાના બદલે 80 રૂપિયા એ કિલોના ભાવ પહોંચ્યા છે, અગાઉના વર્ષોની સરખામણીમાં હવે ઘરાઘીની ડિમાન્ડ મહદઅંશે ઘટી છે.તહેવારોમાં હોળીના પર્વનું અનેરૂ મહત્વ છે.

લોકો હોળીના તહેવાર પર ધાણી દાળિયા પતાસા આરડા ખજૂર સહિતની વિશેષ ખરીદી કરે છે. હોળીનો તહેવાર નજીકના દિવસોમાં આવી રહ્યો છે, હોળીના પાવન પર્વને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં હાલ હોળીના તહેવારને લય ખજૂરનું વેચાણ કરતા જથ્થાબંધ વેપારીઓએ પુષ્કળ ખજૂરની આયા કરી લીધી છે. શહેરની મુખ્ય બજાર સટ્ટા બજારમાંથી શહેર અને જિલ્લાભરના નાના વેપારીઓ હોળીના તહેવાર પર ખજૂરનું વેચાણ કરવા માટે ખરીદી કરશે. અને ખજૂરનું હોળીના તહેવાર પર ધોમ વેચાણ થશે.

ત્યારે અગાઉના વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ખજૂરના ભાવમાં ભારે ઉચ્ચાળો થયો છે. ગયા વર્ષે મીડીયમ ખજૂર શહેરની બજારમાં થી 55 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યો હતો, અને આ ખજૂરના એક કિલોના ભાવ 25 થી 30 રૂપિયા વધીને 75 થી 80 રૂપિયાએ પહોંચ્યો છે. પોરબંદર શહેરમાં ખજૂરનું જથ્થાબંધ વેચાણ કરનાર મુખ્ય ત્રણ જેટલા મોટા વેપારીઓ છે, અને તે જથ્થાબંધ ખજૂરની આયાત કરે છે. ત્યારે ચાલુ વર્ષે ખજૂરના ભાવમાં વધારો થયો છે, અને ઘરાઘીની વાત કરવામાં આવે તો અગાઉના વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષે ઘરાધી ઓછી જોવા મળી રહી છે.

ખાસ કરીને હોળીના તહેવાર ઉપર જેમના ઘરે પુત્રનો જન્મ થયો હોય અને પુત્રની વાળ હોય ત્યાં મીઠાઈની સાથો સાથ ખજૂરનું વેચાણ કરવાની પરંપરા છે. લોકોએ વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી છે. હોળીનો તહેવાર નજીક આવવાની સાથે જ હોલસેલનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી શહેર અને ગ્રામ્ય પંથકના નાના વેપારીઓએ અત્યારથી જ ખજૂરની ખરીદી ચાલુ કરી છે. ભાવમાં ઉછાળો જોવા મળવાની સાથો સાથ ઘરાઘીની ડિમાન્ડ મહદ અંશે ઘટી હોવાનું સટ્ટા બજારમાં ગોપાલદાસ કુરજી હોલસેલ વેપારી જયભાઈ લાલચેતા દ્વારા જણાવવામાં આવ્યું છે.

હોળી તહેવાર દરમિયાન 100 ટન જેટલા ખજૂરનું વેચાણ થાય છે
પોરબંદરમાં ખજૂરનું વેચાણ કરનાર જથ્થાબંધ વેપારી જય ભાઈ લાલચેતાના જણાવ્યા મુજબ હોળીના તહેવાર દરમિયાન અગાઉના વર્ષોની સરખામણીમાં હવે ખજૂરના વેચાણમાં મહદ અંશે ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે પંચરંગી મહાપર્વ હોળીના તહેવાર દરમિયાન 100 ટનથી વધુ ખજૂરનું વેચાણ થાય છે. શહેરની સાથે સાથ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ પુષ્કળ પ્રમાણમાં લોકો ખજૂરની ખરીદી કરે છે.

શું છે ખજૂરના એક કિલોના ભાવ
પોરબંદરમાં ખજૂરનું વેચાણ કરતા હોલસેલ વેપારીના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ખજૂરના ભાવમાં વધારો થયો છે ત્યારે રેગ્યુલર વેચાણ થતા જાયદી ખજૂરના 75 થી 80 રૂપિયા, સામરણ ખજૂરના 65 થી 75 રૂપિયા, કાલા જાંબુ ખજૂરના 120 થી 130 રૂપિયા અને કીમિયા ખજૂરના 225 થી 250 રૂપિયા એક કિલોના ભાવ છે.

અન્ય સમાચારો પણ છે...