વપરાશમાં વધારો:પોરબંદરમાં ઉનાળામાં વીજ વપરાશ યુનિટમાં વધારો, ​​​​​​​વીજ બીલની રકમમાં રૂ. 11 કરોડનો વધારો

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિયાળાની સરખામણીએ ઉનાળામાં 35.30 લાખ વીજ વપરાશ યુનિટમાં વધારો નોંધાયો

આમ તો ઉનાળા દરમ્યાન વીજ વપરાશ યુનિટમા વધારો થતો હોય છે ત્યારે શિયાળાની સરખામણીએ આ વખતે ઉનાળામાં 35.30 લાખ વીજ વપરાશ યુનિટમાં વધારો નોંધાયો છે. વીજ બીલની રકમમાં પણ રૂ. 11 કરોડનો વધારો નોંધાયો છે.સામાન્ય રીતે શિયાળા દરમ્યાન ઠંડીના કારણે લોકો પંખા, એસી સહિતના વીજ ઉપકરણોનો નહિવત ઉપીયોગ કરતા હોય છે.

આ વખતે પોરબંદરમાં શિયાળાની ઠંડીમાં લોકોએ વીજ ઉપકરણોનો નહિવત ઉપીયોગ કર્યો હતો. બાદ ઉનાળા દરમ્યાન ગરમી પડતા લોકો ગરમીથી રાહત મેળવવા એસી, પંખાનો સહારો લઈ રહ્યા છે ત્યારે રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલમા શિયાળાની સરખામણીએ વીજ વપરાશ યુનિટમાં ખાસ્સો વધારો નોંધાયો છે.

પોરબંદર પીજીવીસીએલ સર્કલમા રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલમા ફેબ્રુઆરી 2022 ની સરખામણીએ એપ્રિલ માસમા કુલ 35.30 લાખ વીજ વપરાશ યુનિટમાં વધારો નોંધાયો છે જ્યારે આ વીજ વપરાશ યુનિટમાં વધારો થતાં વિજબીલની રકમમાં પણ રૂ. 11 કરોડનો વધારો નોંધાયો હોવાનું પોરબંદર પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનીયર નાગાજણ પરમારે જણાવ્યું હતું.

રહેણાંકમાં કેટલા વીજ યુનિટ વધ્યા
પોરબંદર પીજીવીસીએલ સર્કલમાં રહેણાંકોમાં ફેબ્રુઆરી માસમાં 1.40 કરોડ યુનિટનો વીજ વપરાશ હતો જ્યારે એપ્રિલમાં 1.54 કરોડ વીજ યુનિટનો વપરાશ થયો હતો. ફેબ્રુઆરીની સરખામણીએ એપ્રિલ મા વધીને 14.50 લાખ વીજ વપરાશ યુનિટમાં વધારો નોંધાયો છે.

કોમર્શિયલ 3.20 લાખ વીજ વપરાશ યુનિટમાં વધારો
પીજીવીસીએલ સર્કલમાં કોમર્શિયલમાં ફેબ્રુઆરી માસમાં 7.48 લાખ યુનિટનો વીજ વપરાશ હતો જ્યારે એપ્રિલમાં 10.70 લાખ વીજ યુનિટનો વપરાશ થયો હતો. ફેબ્રુઆરીની સરખામણીએ એપ્રિલ મા વધીને 3.20 લાખ વીજ વપરાશ યુનિટમાં વધારો નોંધાયો છે.

ઇન્ડસ્ટ્રીયલમાં 17.67 લાખ વીજ વપરાશ યુનિટમાં વધારો
પોરબંદર પીજીવીસીએલ સર્કલમાં ઇન્ડસ્ટ્રીયલની વાત કરીએ તો સૌથી વધુ વીજ વપરાશ યુનિટમાં વધારો જોવા મળ્યો છે જેમાં ફેબ્રુઆરી માસમાં 86.62 લાખ યુનિટનો વીજ વપરાશ હતો જ્યારે એપ્રિલમાં 1.14 કરોડ વીજ યુનિટનો વપરાશ થયો હતો. ફેબ્રુઆરીની સરખામણીએ એપ્રિલમા વધીને 17.76 લાખ વીજ વપરાશ યુનિટમાં વધારો નોંધાયો છે.

વિજબીલમાં ફેબ્રુઆરી અને એપ્રિલમાં કેટલી રકમનો વધારો
પીજીવીસીએલ સર્કલ વિસ્તારમાં ફેબ્રુઆરી માસમાં વિજબીલ રૂ. 33.96 કરોડ હતું. ઉનાળા દરમ્યાન વીજ વપરાશ યુનિટમાં વધારો થતાં એપ્રિલ માસમાં કુલ રૂ. 44.12 કરોડ વિજબીલ રકમ થઈ હતી. જેથી રૂ. 11 કરોડ જેટલો વિજબીલની રકમમાં વધારો જોવા મળે છે.​​​​​​​

પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરી શરૂ કરાઇ
પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે 2 માસ અગાવ જ ચોમાસા પૂર્વેની કામગીરી કરવામાં આવે છે. આ વખતે પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરી શરૂ કરી છે જેમાં વૃક્ષોની ડાળીઓ વીજ વાયરને સ્પર્શતી હોય તેવી ડાળીઓનું કટિંગ કામગીરી, વીજ થાંભલાઓ નમી ગયા હોય તેને સીધા કરવા ઉપરાંત જે વીજ વાયરો લુઝ હોય તેને સરખા કરવાની કામગીરી શરૂ કરી છે. તંત્રએ જણાવ્યું હતુંકે, ચોમાસા દરમ્યાન ગ્રાહકોને વીજ વિક્ષેપ ન પડે તે માટે ચોમાસા પૂર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...