તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસુવિધા:જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજદારોને અસુવિધા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક અંતર જળવાતું નથી, પંખા, પાણીની પણ વ્યવસ્થા નથી

પોરબંદરની જૂની જિલ્લા કલેકટર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર આવેલ છે જ્યાં રાશનકાર્ડ, આવક અને જાતિના દાખલા, નોન ક્રિમિલેયર દાખલા, સોળવંશી સર્ટી તેમજ આધારકાર્ડની કામગીરી ચાલે છે. અહીં મોટી સંખ્યામાં અરજદારો આવે છે અને પોતાના વારા માટે કોથળીઓ મૂકીદે છે અને બહાર ઉભે છે.

અરજદારોએ જણાવ્યું હતું કે, અહીં ગંદકી ફેલાયેલ છે તેમજ બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે ગંદકી વચ્ચે બેસવું પડે છે. પાણીની વ્યવસ્થા નથી તેમજ પંખાની પણ વ્યવસ્થા નથી. વહેલા વારા માટે સવારે વહેલા આવવું પડે છે અને અસુવિધાના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે. સુવિધાના અભાવે અરજદારોના ટોળા વડે છે જેથી સામાજિક અંતર જળવાતું નથી. કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે.

અધિકારી સાથે વાત કરો કહી નાયબ મામલતદારે હાથ ખંખેર્યા
અસુવિધા અંગે ઉપરી અધિકારી સાથે વાત કરો હું કર્મચારી છું. ટોકન પદ્ધતિ માટે પણ ઉપરી અધિકારીને કહો. > જીગીશાબેન ભટ્ટ, નાયબ મામલતદાર

કોંગ્રેસના કાર્યકરો ગંદકી સાફ કરશે
કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા અને નાથાભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે, અહીં ગંદકી ફેલાયેલ છે જે સાફ થતી નથી. જો પંખા ની જરૂર હોય તો કોંગ્રેસ પંખા નખાવી આપશે અને બે દિવસમાં સફાઈ નહિ થાય તો કોંગ્રેસના કાર્યકરો ગંદકી સાફ કરવા આવશે.

અન્ય સમાચારો પણ છે...