પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટ ખાતે પત્રાના શેડની કામગીરી ૨૬ લાખના ખર્ચે પૂર્ણ થઈ હતી. ત્યારે પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિયા, ઉપપ્રમુખ ભારતીબેન શિયાળ, કાઉન્સિલર મનીષભાઈ શિયાળ, પાલિકાના પૂર્વપ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, જિલ્લા ભાજપ અગ્રણી હિતેશ ઠકરાર સહિત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરની મચ્છી માર્કેટમાં શેડ નહિ હોવાથી અહીં નાના ધંધાર્થીઓને ખૂબ જ પરેશાની વેઠવી પડતી હતી. આ વિસ્તારના સુધરાઈ સભ્ય અને ખારવા સમાજના અગ્રણી મનીષભાઈ શિયાળ દ્વારા બાબુભાઇ બોખીરીયાને આ અંગે રજુઆત કરાઈ હતી.
ત્યારે બાબુભાઇ બોખીરિયાના પ્રયાસોથી ગ્રાન્ટ મંજુર થતા આ કામગીરી શરુ કરવામાં આવી હતી. આ કામગીરીમાં સંપૂર્ણ દેખરેખ મનીષભાઈ શિયાળ દ્વારા રાખવામાં આવી હતી, કામ પૂર્ણ થતા આ પ્રશ્નનો ઉકેલ આવી જતા અહીં મચ્છીનો ધંધો કરતા વેપારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. મચ્છીના વ્યવસાય સાથે જોડાય લાભાર્થીઓને પણ સારી સુવિધાનો લાભ મળી રહેશે. ટાઢ તડકા તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન ધંધાર્થી સહિત અહીં આવતા ગ્રાહકોને વેઠવી પડતી મુશ્કેલીનું નિરાકરણ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.