તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા, ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગ લાગે ત્યારે તંત્ર કૂવો ખોદવા જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે

પોરબંદરના આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે પોરબંદર શહેરમાં આવેલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ કોવીડ હોસ્પિટલ અને લેડીસ હોસ્પિટલ તેમજ જનરલ હોસ્પિટલ ખાતે પુરતી સુવિધાઓનો અભાવ હોવાના કારણે દર્દીઓ પરેશાન બની રહ્યા છે ત્યારે ફાયરસેફ્ટીની પણ પુરતી સગવડ ન હોવાથી તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ હતી.પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા છે અને આગ લાગે ત્યારે તંત્ર કૂવો ખોદવા જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે એવી શક્યતા દર્શાવીને આરટીઆઇ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં પોતાની સારી કામગીરી દેખાડવા હોસ્પિટલના તંત્રએ ફોટો સેશનની કામગીરી પણ કરવામાં આવી હતી. અને લેડીસ હોસ્પિટલ ખાતે તો પીવાના પાણીની પણ પૂરતી સુવિધાનો અભાવ હોવાથી દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત નર્સિંગ કોલેજમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે બીમાર અને અશક્ત દર્દીઓને ઉપરના માળે ચડવા માટે મસમોટા દાદરા સડવા પડી રહ્યા છે. અહીં લિફ્ટની સુવિધા પણ નથી. જેથી હાલ દર્દીઓની દયનીય સ્થિતિ બની રહી છે. આ અંગે જવાબદાર તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના સાધનો સહિતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો