સફાઇ:વોર્ડ 10 માં સુધરાઇ સભ્યએ ભૂગર્ભ ગટરની સફાઇ કરાવી

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરોમાં કચરો ભરાઇ જતા પાણીનો નિકાલ થતો ન હતો

પોરબંદરના વોર્ડ નં. 10 માં હાલમાં પડેલા વરસાદને કારણે ગટરો બંધ થઇ હોવાથી સુધરાઇ સભ્ય દ્વારા પાલિકા તંત્રને સાથે રાખીને ગટરની સફાઇ કરાવી હતી. પોરબંદરમાં હાલમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે ગટરો જામ થઇ ગઇ હતી.

ગટરોમાં કચરો ભરાઇ જતા પાણીનો નિકાલ થતો ન હતો. ખાસ કરીને વોર્ડ નં. 10 માં ગટરો જામ થતા વરસાદી પાણી તે વિસ્તારમાં ફરી વળ્યા હતા. ભારતીય વિદ્યાલય, ખડા વિસ્તાર, છાંયાચોકી, પંચાયત ચોકીનો મુખ્ય રસ્તો વગેરે વિસ્તારોમાં ભુગર્ભ ગટર બ્લોક થઇ જતા વરસાદી પાણી નીકળી શકતા ન હતા. જેથી નગરપાલિકાના કાઉન્સિલર રવિ ભટ્ટ અને મોહન મોઢવાડિયા દ્વારા ભુગર્ભ ગટરના એન્જીનીયર રાડિયાને સાથે રાખી ગટરોની સફાઇ કરાવી હતી અને પાણીનો નિકાલ કરાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...