તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:તહેવારને ધ્યાને લઇ પોરબંદર ડેપોએ દાહોદ સુધીની વધુ એક બસ શરૂ કરી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી-ધૂળેટીના પર્વ દરમ્યાન મુસાફરોને મર્યાદિત સંખ્યામાં અવર- જવર કરવામાં રાહત થશે

પોરબંદર એસ.ટી. બસ વિભાગ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને તેમજ હાલ કોરોના કાળમાં સરકારના નિયમોને ધ્યાને રાખીને મુસાફરો સલામતી પૂર્વક મુસાફરી કરી શકે તે માટે પોરબંદર ડેપોમાંથી દાહોદ સુધીના લાંબા અંતરની વધુ એક બસ દોડાવવાનું શરૂ કરી સ્ત્યૂત પગલું ભર્યુ છે.

પોરબંદર એસ.ટી. બસ વિભાગ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાને લઇને ગત ૨૦ માર્ચથી દાહોદ સુધીની લાંબા અંતરની વધુ એક બસ દોડાવવાનું આયોજન કર્યુ હોવાના કારણે મુસાફરોને વેઠવી પડતી સમસ્યાઓનું નિરાકરણ થશે. કોરોના વાયરસની મહામારીના કારણે એસટી બસોમાં પણ મર્યાદિત સંખ્યામાં મુસાફરોને મુસાફરી કરાવવા માટેના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યુ છે. ત્યારે હોળી-ધૂળેટીના તહેવારો નજીક આવતા હોય, જેને લઇને મુસાફરોની અવર-જવર પણ વધે છે. ત્યારે પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા લાંબા અંતરની વધુ એક બસ દોડાવવામાં આવી રહી છે.

ગત તા.૨૦ માર્ચથી દાહોદ સુધીની એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યુ છે. એસ.ટી. વિભાગે પોરબંદર ડેપોમાંથી લાંબા અંતરની વધુ એક બસ દોડાવવાનું શરૂ કર્યુ હોવાથી મુસાફરોને વેઠવી પડતી સમસ્યાઓનું નિરાકરણ થશે. હાલ મર્યાદા કરતા વધુ સંખ્યામાં મુસાફરોને બસમાં મુસાફરી કરવાની મનાઇ કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે સરકારના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો