કાર્યવાહી:વનાણામાં ટ્રક ચાલકે યુવકને હડફેટે લીધો, પોલીસ ફરિયાદ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના વનાણા જી.આઇ.ડી.સી. પાસે એક ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા તેને હાથમાં ઇજાઓ થઇ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના વનાણા જી.આઇ.ડી.સી. નજીક સમીરભાઇ ટપુભાઇ શિંગરખીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજના સમયે એક ટ્રક નંબર GJ-02-V-5722 નો ચાલકે ટ્રક પુર ઝડપે ચલાવીને સીમરભાઇને હફફેટે લેતા તેના હાથમાં ઇજાઓ થઇ હતી હતી.

આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના હે.કો. એમ. કે. માવદિયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...