તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાની ભિતી:વાઘેશ્વરી પ્લોટમાં ગંદકીના ગંજ ખડકાયા, સ્થાનિકો ત્રાહિમામ

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ નજીક જ ગંદકીના ગંજ ખડકાતા રોગચાળાની ભિતી

મહાત્મા ગાંધીને સ્વચ્છતા અતિ પ્રિય હતી અને તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મીશન હાથ ધર્યુ છે પરંતુ સ્થાનીક લેવશે બાબુશાહી અને બેદરકારી આવા સંકલ્પો પર પાણી ફેરવી દેતી હોય છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં ગંદકીના ગંજ ખડકાયા છે.

પોરબંદરના લકઝરી ગણાતા આ રહેણાંક વિસ્તારમાં જય હોસ્પિટલ અને જાડેજા હોસ્પિટલ નજીક ખડકાયેલા આ ગંદકીના ગંજને લીધે રોગચાળાનો ખતરો ઝળુંબી રહ્યો હોવા છતાં તેને દૂર કરવામાં આવતો નથી જેથી સ્થાનીક લોકો ત્રાહીમામ થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...