તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વાઘેશ્વરી પ્લોટમાં વૃદ્ધાની 6 તોલાની સોનાની 4 બંગડી 3 શખ્સ લઈ ગયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાંબાની વસ્તુ ઉજળી કરવાના લિકવિડ વેચવાના બહાને
  • છેતરપિંડી અને વિશ્વાસઘાત થતાં વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

પોરબંદરના વાધેશ્વરી પ્લોટમાં રહેતા એક વૃદ્ધાના ધરે સવારે એક શખ્સે તાંબાની વસ્તુ ઉજળી કરવાના લિકવિડ વેચવાના બહાને આવી, વૃદ્ધાની 6 તોલાની સોનાની 4 બંગડી લઈ છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત એવી છેકે ગઈકાલે બુધવારે પોરબંદરના વાધેશ્વરી પ્લોટમાં રહેતા કુમુદબેન કિશોરભાઈ વિઠલાણી નામના 60 વર્ષીય વૃદ્ધા પોતાના ધરે સવારે રસોઈ કામ કરતા હતા તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ તેના ઘરે આવી પહોંચ્યો હતો અને પાણી આપવાનું કહ્યું હતું.

દરમ્યાન તાંબાની વસ્તુ ઉજળી કરવાનું કેમિકલ વેચીએ છીએ તેમ જણાવી, તાંબાનો કળશ પર લિકલીડ નાખી કળશ ઉજળો કરી, વૃદ્ધાએ પહેરેલ સોનાની 4 બંગડી પર લિકવિડ ચોપડી, શખ્સે ગરમ પાણી કરાવી સોનાની બંગડીઓ પાણીમાં નખાવી તેમાં હળદર નાખીને વૃદ્ધાની નજર ચૂકવી 6 તોલાની 4 સોનાની બંગડી કિંમત રૂ. 90,000ની લઈ ગયો હતો અને ઘરની બહાર બે શખ્સ બાઇક MH 12 LE 1615મા આવ્યા હતા જેમાં આ શખ્સ બેસીને નાશી છૂટ્યો હતો.

વૃદ્ધાએ બહાર દોડી પીછો પણ કર્યો હતો. આ શખ્સો દ્વારા વૃદ્ધા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાકીદે નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...