વિવાદ:પોરબંદરનાં સીમર ગામે બે પરિવારો વચ્ચે ધીંગાણું ખેલાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના નાના ઝઘડા મોટી માથાકુટમાં ફેરવાયા

પોરબંદર જીલ્લાના સીમર ગામે ગઇકાલે બે પરિવારો વચ્ચેના નાના ઝઘડાએ મોટી માથાકૂટમાં ફેરવાઇ જતા લોખંડના પાઇપ તથા લાકડી વડે મારા મારી સર્જાતા મહિલાઓ સહિતે સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જીલ્લાના સીમર ગામે રહેતા માલીબેન મંગાભાઇ પરમારે એવી ફરિયાદ નોંધાવી છે કે તે જ ગામના બાબુ માલદેભાઇ પરમાર, મણીબેન બાબુભાઇ પરમાર, ચનાભાઇ માલદેભાઇ પરમાર અને અમીબેન સાથે અવાર નવાર નાના ઝઘડાઓ થતા હોય તે બાબતનું મનદુ:ખ રાખીને ગત તા. 30-12-2022 ના રોજ બપોરના સમયે માલીબેનના પતિને લાકડી તથા લોખંડના પાઇપ વડે માર માર્યો હતો.

અમીબેને આંખોમાં ચટણીનો છંટકાવ કર્યો હતો તથા માલીબેનના દિકરાને પણ માર માર્યો હતો. જયારે કે સામે પક્ષે સુરેશભાઇ ચનાભાઇ પરમારે એવી ફરિયાદ નોંધાવી છે કે મંગાભાઇ પરમાર, અનીલ મંગાભાઇ પરમાર, કમલેશ મંગાભાઇ પરમાર અને માલીબેન મંગાભાઇ પરમાર લોખંડના પાઇપ વડે સુરેશભાઇની કાકી તથા કાકા પર હુમલો કર્યો હતો તેને માર માર્યો હતો તથા સુરેશભાઇની ફઇને પણ લોખંડના પાઇપ વડે તથા પથ્થરનો ઘા માર્યો હતો. આ અંગે સામસામી ફરિયાદ કરાતા પોલીસે તમામ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના હે.કો. એલ. ડી. સીસોદીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...