માર માર્યો:જૂના મનદુઃખમાં પાંચ શખ્સે 2 મહિલા સહિત 3 ને માર માર્યો

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણા તાલુકાના ટેરી ગામની ઘટના

કુતિયાણા તાલુકાના ટેરી ગામે ગત મંગળવારના રોજ રાત્રીના સમયે દેવશી ગોવિંદ મારૂ તથા જેસા રામા રબારી નામના શખ્સને ઇલેકટ્રીક પોલ હટાવવા બાબતેનુ જુનું મનદુ:ખ રાખીને તે જ ગામમાં રહેતા જેસા રામા રબારી, કેશુ રામા રબારી, ભરત પુંજા રબારી, રાજુ પુંજા રબારી અને પુંજા મેપા રબારી નામના શખ્સોએ દેવશીભાઇના ઘરમાં રાત્રીના સમયે પ્રવેશ કરી સાહેદ પુનીબેન તથા કારીબેનને ભુંડી ગાળો કાઢી માર માર્યો હતો

આ સમયે જ સાહેદ મૈસુરભાઇ વચ્ચે છોડાવવા પડતા મૈસુરભાઇને કુહાડી વડે માથામાં ઘા કરતા તેઓને ગંભીર ઇજાઓ થઇ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તમામ સામે ગુન્હો નોંધી વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI એ. બી. દેસાઇએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...